________________
૨૩૪
તર્કરહસ્યદીપિકા
છે.] અવયવત્વ સામાન્ય અવયવોમાં રહે તો છે પરંતુ તે આપ તૈયાયિકોના મતે નિરવયવ છે, નિરંશ છે, તેને અવયવો નથી. [એટલે આપ કહી શકો નહિ કે જે અવયવોમાં રહે છે તે સાવયવ છે.]
‘જે અવયવોથી ઉત્પન્ન થાય તે કાર્ય' કાર્યનું આ બીજું લક્ષણ યા પરિભાષા તો સાધ્યની જેમ જ અસિદ્ધ છે. જેમ અત્યારે પૃથ્વી આદિને કાર્ય સિદ્ધ કરવાનું બાકી છે તેમ પૃથ્વી આદિનું પરમાણુ આદિ અવયવોથી ઉત્પન્ન થવું એ પણ હજુ સિદ્ધ કરવાનું બાકી જ છે, તેની સિદ્ધિ થઈ નથી. ‘તે કાર્ય છે, કારણ કે તે અવયવોથી ઉત્પન્ન છે’ અહીં જે હેતુ આપ્યો છે તે સાધ્યની જેમ જ અસિદ્ધ છે, એટલે તે સાધ્યસમ છે. [તાત્પર્ય એ કે જેવી રીતે કાર્યત્વ હજુ વિવાદગ્રસ્ત છે, અસિદ્ધ છે, તેવી રીતે અવયવોથી ઉત્પન્ન થયેલા હોવું પણ હજુ વિવાદગ્રસ્ત છે કેમ કે કાર્ય કહો કે અવયવોથી ઉત્પન્ન થયેલ કહો બન્ને એક જ વાત છે. તેથી આ લક્ષણ યા પરિભાષા સાધ્યસમ અર્થાત્ સાધ્ય સમાન અસિદ્ધ છે.]
‘જે પ્રદેશોવાળો હોય અર્થાત્ જેના ભાગો હોય તે કાર્ય' કાર્યનું આ ત્રીજું લક્ષણ(યા પરિભાષા) અકાર્ય નિત્ય આકાશને પણ લાગુ પડે છે કેમ કે આકાશને પ્રદેશો યા ભાગો છે તેથી આ લક્ષણ અતિવ્યાપ્ત યા વ્યભિચારી છે. [આપ તૈયાયિકો આકાશને વ્યાપક અને નિત્ય પણ માનો છો. તેથી આપના મતે તે કાર્ય તો છે નહિ. પરંતુ ઘટમાં રહેનારા આકાશ (ઘટાકાશ), મઠમાં રહેનારા આકાશ (મઠાકાશ), બનારસમાં રહેનાર આકાશ ઇત્યાદિ રૂપે આકાશમાં પણ પ્રદેશો – ભાગો છે. જે આકાશનો ભાગ બનારસમાં છે તે જ ભાગ પટણામાં નથી. તેથી આકાશના અનેક ભાગ - અવયવો અનુભવસિદ્ધ છે. આમ આકાશ અવયવોવાળું તો અવશ્ય છે પણ એને કાર્ય તો નૈયાયિકો પોતે પણ માનતા નથી. એટલે કાર્યનું પ્રસ્તુત લક્ષણ (યા પરિભાષા) વ્યભિચારી છે. ] આકાશને વાસ્તવિક પ્રદેશો છે એ વાત હવે પછી અમે જૈનો સિદ્ધ કરીશું.
―
જેના વિશે ‘આ અવયવવાળો છે' એવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્ય એવું ચોથું લક્ષણ (યા પરિભાષા) પણ વ્યભિચારી જ છે કારણ કે આકાશ જે નિરવયવ નથી પણ અવયવોવાળું છે તેમાં ‘આ અવયવવાળું છે’ એવી બુદ્ધિ થાય છે જ પરંતુ તે તો નિત્ય અને અકાર્ય છે. ‘આ અવયવવાળો છે' એવી બુદ્ધિ જેના વિશે થાય તે કાર્ય આવું કાર્યનું લક્ષણ વ્યભિચારી (વિ અર્થાત્ વિપક્ષ, અહીં વિપક્ષ અકાર્ય છે, તેની સાથે અભિચાર અર્થાત્ સંબંધ – સહચાર રાખનારું) છે કારણ કે તે લક્ષણ વિપક્ષભૂત અકાર્ય નિત્ય આકાશ સાથે અનુચિત સહચારસંબંધ રાખે છે. આકાશને વિશે ઘટાકાશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org