Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 759
________________ ૬૬૮ તર્કરહસ્યદીપિકા બધી જાતિના ચાર્વાકો હોય છે. તેઓ આત્મા, પુણ્ય, પાપ આદિ અતીન્દ્રિય પદાર્થોમાં માનતા નથી. તેઓ જગતને પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ભૂતચતુષ્ટયરૂપ જ માને છે. કેટલાક ચાર્વાક આચાર્યો આકાશને પણ પાંચમા ભૂત તરીકે સ્વીકારી જગતને પાંચભૌતિક માને છે. ચાર્વાકોના મતે મહુડા આદિના મિશ્રણમાં જેમ માદક શક્તિ પેદા થાયછે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી ભૂતોમાં જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને ફૂટી જઈ તેમાં જ લય પામે છે તેમ જીવ પણ ભૂતોમાંથી ઉત્પન્ન થઈ ભૂતોમાં જ લય પામે છે. ચૈતન્યવિશિષ્ટ શરીર જ આત્મા છે. ચાર્વાકો શરાબ પીએ છે, માંસ ખાય છે અને માતા આદિ અગમ્યા સ્ત્રીઓ સાથે સંભોગ પણ કરે છે. તેઓ વામમાર્ગીઓની જેમ જ અગમ્યાગમન, સૂરાપાન અને માંસભક્ષણ આદિ કરે છે. તેઓ પ્રતિવર્ષ કોઈ નિયત દિવસે એકઠા થાય છે અને જે સ્ત્રીનું નામ જે પુરુષની સાથે નીકળે તે સ્ત્રી કે પુરુષ સાથે રમણ કરે છે. બે ઘડામાંથી એક ઘડામાં કાગળના એક એક ટુકડા પર એક એક સ્ત્રીનું નામ લખીને તે બધા ટુકડાને નાખવામાં આવે છે, અને તેવી જ રીતે બીજા ઘડામાં પુરુષનાં નામવાળા ટુકડાઓ નાખવામાં આવે છે. પછી બન્ને ઘડામાંથી એક એક કાગળનો ટુકડો કાઢવામાં આવે છે. જે સ્ત્રી અને જે પુરુષનું નામ નીકળે તે બન્ને શરાબ પીને સંભોગ કરે છે. આ દિવસ તેમનો સામૂહિક કામસેવનનો પર્વદિન માનવામાં આવે છે. કામસેવન સિવાય તેમનો બીજો કોઈ ધર્મ નથી. ચાર્વાક લોકાયત આદિ નામોથી ઓળખાય છે. ગલ અને ચર્વ ધાતુઓ ભક્ષણાર્થક છે. તેથી વર્વત્તિ જેઓ ખાઈ પી મોજ કરે છે, પાપ-પુણ્ય આદિ પરોક્ષ (અતીન્દ્રિય) વસ્તુઓને માનતા નથી તેઓ ચાર્વાક છે. “મશ્યિામ" [ ] ઈત્યાદિ સિદ્ધહૈમવ્યાકરણના ઔણાદિક સૂત્રથી “ચાર્વાક' શબ્દ નિપાતસંજ્ઞક સિદ્ધ થાય છે. લોક એટલે વિચારશૂન્ય (વિવેકહીન) સામાન્યજનો, તેમના જેવું જેમનું આચરણ છે તે લોકાયત યા લોકાયતિક કહેવાય છે. ચાર્વાકોના ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ દ્વારા પ્રતિપાદિત મતનું અનુસરણ કરનારા હોવાથી ચાર્વાકો બાઈસ્પત્યા પણ કહેવાય છે. 2. તન્મતિવાદलोकायता वदन्त्येवं नास्ति जीवो न निर्वृतिः । धर्माधर्मों न विद्यते न फलं पुण्यपापयोः ॥८०॥ 2. હવે આચાર્ય ચાર્વાકમતનું નિરૂપણ કરે છે– લોકાયત (ચાર્વાક) કહે છે કે જીવ, મોક્ષ, ધર્મ, અધર્મ તથા પાપ-પુણ્યનું ફળ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819