Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 764
________________ મીમાંસક-લોકાયતમત ૬૭૩ પરોક્ષવિષયક અનુમાન, આગમ આદિને પ્રમાણ માની તેમના દ્વારા સિદ્ધિ કરે છે અને પોતાના આ નિર્મળ અને નિરર્થક પ્રયત્નમાંથી અટક્તા નથી તેમને બોધ પમાડવા માટે ચાર્વાક એક દષ્ટાન્ત કહે છે, “હે પ્રિયે રીંછપગલું જો' ઇત્યાદિ. આ પરંપરાગત ચાલી આવેલી દષ્ટાન્તકથા છે – એક પરમ નાસ્તિક ચાર્વાક હતો. તેની પત્ની પરમ ધાર્મિક અને આસ્તિક હતી. તે પ્રતિદિન પોતાની સ્ત્રીને નાસ્તિક અર્થાતુ ચાર્વાક મતના શાસ્ત્રોમાં આપેલી યુક્તિઓથી ધાર્મિક કાર્યોની અને અનુમાન આદિની વ્યર્થતા સમજાવ્યા કરતો હતો પરંતુ તે સ્ત્રીની ધર્મકાર્યોમાં અને પરલોક આદિમાં દઢ શ્રદ્ધા રાખનારી બદ્ધિમાં તેને પરિવર્તન જાણ્યું નહિ. સ્ત્રી હમેશા કહ્યા કરતી હતી કે પ્રત્યક્ષસિદ્ધ પદાર્થો ઉપરાંત અનુમાન અને આગમથી સિદ્ધ થતા સ્વર્ગ, નરક, પરલોક આદિ પદાર્થો પણ છે. આમ જ્યારે પોતાની સ્ત્રીની આસ્તિક બુદ્ધિમાં પલટો ન આવ્યો ત્યારે તે ચાવક એક ઉપાય વિચાર્યો. તે એક દિવસ રાત્રિના પાછલા પ્રહરે પોતાની સ્ત્રીને લઈને નગરની બહાર ગયો. નગરની બહાર જઈને પોતાની સ્ત્રીને તેણે પ્રેમપૂર્વક કહ્યું, “પ્રિયે, આ નગરમાં ઘણા બહુશ્રુત પંડિતો છે, તેઓ સદા પરોક્ષ પદાર્થો માટે અનુમાન અને આગમની પ્રમાણતાની ઘોષણા કર્યા કરે છે અને નગરમાં પોતાના પોથીના ઉપરચોટિયા જ્ઞાન વડે બહુશ્રુત વિદ્વાન બની બેઠા છે. તેમના પ્રભાવમાં આવી તારા જેવા ભોળા લોકો પરલોક પરલોકનું રટણ કર્યા કરે છે. આજ અમે તેમની બુદ્ધિ તથા વિચારશક્તિની પરીક્ષા કરી તેમની પોલી બુદ્ધિની પોલ ખોલી નાખીશું.” આમ કહીને તેણે નગરના દરવાજાથી શરૂ કરી ચતુષ્પથ સુધી આખા રાજમાર્ગ ઉપર રીંછનાં પગલાંનાં નિશાન પાડી દીધાં. સવાર પડી રહી હતી, તેથી વાયુની મન્દ મન્દલહેરોથી નગરના મુખ્ય રસ્તાની ધૂળ એકસરખી સમતલ બની ગઈ હતી. તે સમતલ બનેલી ધૂળમાં પોતાના હાથની ત્રણ આંગળીઓ જોડીને બન્ને હાથો ઉપર ચાલીને રીંછના પગના પંજા જેવાં જ ચિહ્નો ઘણી કુશળતાથી બનાવ્યાં. જ્યારે સવાર થઈ અને રસ્તા ઉપર લોકો આવવા-જવા લાગ્યા ત્યારે તેમણે રીંછનાં પગલાંનાં નિશાન જોયાં અને ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. તે વખતે નગરના બહુશ્રુત પંડિતો પણ ત્યાં આવી ગયા. તેમણે પોતાની થોથી બુદ્ધિથી વિચારી લોકોને કહ્યું, “હે ભાઈઓ, રાતે કોઈ રીંછ જંગલમાંથી નગરમાં અવશ્ય આવ્યું છે, જો ન આવ્યું હોત તો તેનાં પગલાંના નિશાન અહીં ક્યાંથી હોત?” પાસે ઊભેલો ચાર્વાક તે પંડિતોની આવી વાત તરફ પોતાની પત્નીનું ધ્યાન ખેંચતો હાંસી ઉડાવતો બોલ્યો, “હે પ્રિયે, આ રીંછપગલાંને જો.” પગલાં તો ઘણાં હતાં પણ સામાન્યરૂપે કથન કરવા માટે એકવચનનો પ્રયોગ કર્યો છે. બહુશ્રુતરૂપે પ્રસિદ્ધ હોવા છતાં પણ વસ્તુતઃ મૂર્ખ પોથીપંડિતો તે પદચિહ્નોને રીંછનાં પગલાં કહે છે. તેઓ તત્ત્વને ન સમજવાના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819