Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 747
________________ ૬પ૬ તર્કરહસ્યદીપિકા “પત્તિર : શ્રતો વાર્થોડાથા નોપપત ર્થવત્પના [શાબરભાષ્ય, ૧.૧.૫]. સૂત્રાર્થ આ છે – “દુષ્ટ કે શ્રત અર્થ અન્યથા ઘટતો નથી એટલે અદષ્ટ (પરોક્ષ) અર્થની કલ્પનારૂપ અથપત્તિ પણ પ્રમાણ છે.” અહીં સૂત્રમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણપંચકથી દષ્ટ અર્થ અને શાબ્દપ્રમાણથી શ્રુત અર્થ એ બેનું પરસ્પર વૈલક્ષણ્ય જણાવવા માટે તે બેને પૃથક કરીને જણાવ્યા છે. તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષ આદિ છ પ્રમાણો વડે જાણેલો અર્થ જે અન્ય પરોક્ષ અર્થ વિના ઘટે નહિ (અનુપપન્ન રહે) તે પરોક્ષ અર્થની કલ્પના કરવી એ અર્થપત્તિ છે. 28. तत्र प्रत्यक्षपूर्विकार्थापत्तिः यथाग्नेः प्रत्यक्षेणोष्णस्पर्शमुपलभ्य दाहकशक्तियोगोऽर्थापत्त्या प्रकल्प्यते । न हि शक्तिरध्यक्षपरिच्छेद्या नाप्यनुमानादिसमधिगम्या अप्रत्यक्षया शक्त्या सह कस्यचिदर्थस्य संबन्धासिद्धेः । अनुमानपूर्विकार्थापत्तिः यथादित्यस्य देशान्तरप्राप्त्या देवदत्तस्येव गत्यनुमाने ततोऽनुमानाद्गमनशक्तियोगोऽर्थापत्त्यावसीयते । उपमानपूर्विकार्थापत्तिः यथा 'गवयवद्गौः' इत्युक्तेराद्वाहदोहादिशक्तियोगस्तस्य प्रतीयते, अन्यथा गोत्वस्यैवायोगात् । शब्दपूर्विकार्थापत्तिः श्रुतार्थापत्तिरितीतरनामिका यथा शब्दादर्थप्रतीतौ शब्दस्यार्थेन संबन्धसिद्धिः । 28. પ્રત્યક્ષપૂર્વિકા અર્થાપત્તિ-સ્પાર્શન પ્રત્યક્ષથી ઉષ્ણતાને અનુભવીને અર્થાત અગ્નિને સ્પર્શીને અગ્નિમાં દાહક શક્તિની કલ્પના “અગ્નિમાં દાહક શક્તિ છે, અન્યથા દાહ થઈ શકે નહિ' આ અર્થપત્તિથી કરવામાં આવે છે. અતીન્દ્રિયનું જ્ઞાન પ્રત્યક્ષથી થઈ શકતું જ નથી. અતીન્દ્રિય શક્તિ સાથે કોઈ અર્થનો અવિનાભાવ સંબંધ પણ ગૃહીત થઈ શકતો નથી, તેથી શક્તિનું અનુમાન પણ થઈ શકતું નથી. અનુમાનપૂર્વિકા અથપત્તિ – દેવદત્તનું એક દેશથી અન્ય દેશે પહોંચવું ગતિપૂર્વક જોઈને સૂર્યને પણ એક દેશથી અન્ય દેશે પહોંચેલો જોઈને તેની ગતિનું અનુમાન થાય છે. આ અનુમિત સૂર્યગતિ દ્વારા સૂર્યની ગમનશક્તિની કલ્પના “સૂર્યમાં ગમનશક્તિ છે, અન્યથા તે ગતિ કરી શકે નહિ” આ અર્થોપત્તિથી કરવામાં આવે છે. ઉપમાનપૂર્વિકા અર્થોપત્તિ – “ગવયસદશ ગાય છે' આ ઉપમાનવાક્યના અર્થથી ગાયમાં વજન વહન કરવાની, દૂધ દેવાની, આદિ શક્તિની કલ્પના કરવામાં આવે છે. જો તેનામાં વજન વહન કરવાની, દૂધ દેવાની શક્તિ ન હોય તો તેનામાં ગોત્વ જ ન હોય અર્થાત્ તે ગાય જ ન હોય. શબ્દપૂર્વિકા અર્થપત્તિ– શબ્દથી અર્થનું જ્ઞાન થતું જોઈને શબ્દ અને અર્થના વાચવાચક સંબંધની કલ્પના કરવી એ શબ્દપૂર્વિકા અર્થપત્તિ છે. તેને કૃતાર્થપત્તિ પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819