________________
૫૪૦
તર્કરહસ્યદીપિકા हेतोः पञ्च रूपाणि संप्रतिपद्यन्ते । एकस्यैव पृथिवीपरमाणोः सत्तायोगात्सत्त्वं, द्रव्यत्वयोगाद्दव्यत्वं, पृथिवीत्वयोगात्पृथिवीत्वं, परमाणुत्वयोगात् परमाणुत्वम्, अन्त्याद्विशेषात् परमाणुभ्यो भिन्नत्वं चेच्छतां परमाणोस्तस्य सामान्यविशेषात्मकता बलादापतति, सत्त्वादीनां परमाणुतो भिन्नतायां तस्यासत्त्वाद्रव्यत्वापृथिवीत्वाद्यापत्तेः । एवं देवदत्तात्मनः सत्त्वं द्रव्यत्वम्, आत्मत्वयोगादात्मत्वम्, अन्त्याद्विशेषाद्यज्ञदत्ताद्यात्मभ्यो भिन्नतां चेच्छतां तस्यात्मनः सामान्यविशेषरूपतावश्यं स्यात् । एवमाकाशादिष्वपि सा भाव्या । योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु च प्रत्याधारं विलक्षणोऽयमिति प्रत्ययो येभ्यो भवति तेऽन्त्या विशेषा, इत्यत्र तुल्याकृतिगुणक्रियत्वं विलक्षणत्वं चोभयं प्रत्याधारमुच्यमानं स्याद्वादमेव साधयेत् । एवं नैयायिकवैशेषिका आत्मनानेकान्तमुररीकृत्यापि तत्प्रतिक्षेपायोद्यच्छन्तः सतां कथं नोपहास्यतां यान्ति।
404. હવે નૈયાયિકો અને વૈશેષિકોએ જ્યાં જ્યાં અનેકાન્તવાદનો (સ્યાદ્વાદનો) ઉપયોગ કર્યો છે તે સ્થળો દર્શાવીએ છીએ. ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ધૂમનું પ્રત્યક્ષ થાય છે અને પછી આ ધૂમજ્ઞાનથી અગ્નિનું અનુમાન થાય છે. અહીં ઇન્દ્રિયાર્થસક્સિકર્ષ આદિ પ્રત્યક્ષપ્રમાણ છે તથા ધૂમજ્ઞાન તેનું ફળ છે. આ ધૂમજ્ઞાન અગ્નિનું અનુમાન કરાવવાના કારણે અનુમાન પ્રમાણ છે તથા અગ્નિનું જ્ઞાન તેનું ફળ છે. આ રીતે એક જ ધૂમજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણની દૃષ્ટિએ ફલ છે અને અગ્નિજ્ઞાનની દૃષ્ટિએ અનુમાન પ્રમાણ છે–અર્થાત્ એક જ જ્ઞાનમાં ફલરૂપતા અને પ્રમાણરૂપતા ખુદ નૈયાયિકોએ અને વૈશેષિકોએ માની છે. આ જ રીતે બીજાં જ્ઞાનોની બાબતમાં પણ પૂર્વ પૂર્વ જ્ઞાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર જ્ઞાનની ફલરૂપતા અને ઉત્તર ઉત્તર જ્ઞાનની અપેક્ષાએ પૂર્વ પૂર્વ જ્ઞાનની પ્રમાણરૂપતા સમજી લેવી જોઈએ. એક જ જ્ઞાનમાં પ્રમાણરૂપતા અને ફલરૂપતાનો સ્વીકાર એ અનેકાન્તવાદનું સમર્થન જ છે. નિયાયિકો અને વૈશેષિકો ઈન્દ્રિયવ્યાપાર પછી થનારા સકિર્ષથી લઈને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ સુધીનાં ક્રમિક ફલોની પરંપરાને ફલ કહેતા હોવા છતાં પણ તે પરંપરામાં પૂર્વ પૂર્વ ફલને ઉત્તર ઉત્તર ફલની અપેક્ષાએ પ્રમાણ પણ કહે છે અર્થાત્ તેમના કથન અનુસાર ઇન્દ્રિય તો પ્રમાણ જ છે, ફળ નથી, અને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ જે અન્તિમ ફળ છે તે ફળ જ છે, પ્રમાણ નથી. પરંતુ વચ્ચેના સન્નિકર્ષ, નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન એ ત્રણે પૂર્વ પ્રમાણની અપેક્ષાએ ફળ અને ઉત્તર ફળની અપેક્ષાએ પ્રમાણ પણ છે. આમ અપેક્ષાભેદથી એકનું એક જ્ઞાન પ્રમાણ પણ છે અને ફળ પણ છે. જુઓ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org