________________
જૈનમત
૨૫૫ હોય અને ન તો જેના કોઈ પૂર્વ સ્વભાવનો નાશ થતો હોય તે સદા સ્થાયી કૂટનિત્ય વસ્તુ જ નિત્ય કહેવાય છે. પરંતુ જેમાં સ્વભાવભેદ થાય તેને નિત્ય ન કહી શકાય. ઈશ્વરના જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ગુણો પણ નિત્ય નથી કેમ કે દ્રવ્યના વિશેષ ગુણો અનિત્ય જ હોય છે. તેથી ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોને નિત્ય કહેવા એ પ્રતીતિવિરુદ્ધ છે. ‘ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણો નિત્ય નથી કેમ કે તે જ્ઞાન આદિ વિશેષ ગુણો છે, જેમ કે આપણા જ્ઞાન આદિ ગુણો આ અનુમાનથી ઈશ્વરના જ્ઞાન વગેરે ગુણોની નિત્યતાનું ખંડન થાય છે. તેથી ઈશ્વરના જ્ઞાન આદિની નિત્યતાનું જે વર્ણન આપ નૈયાયિકોએ કર્યું છે તે વર્ણનનું પણ ખંડન થઈ જાય છે.
47. સર્વત્વમણે જે પ્રમાણે ગ્રાહજૂ ર તાવભ્રત્યક્ષેપળ, તક્તિयार्थसन्निकर्षोत्पन्नत्वेनातीन्द्रियार्थग्रहणासमर्थत्वात् । नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाभावात् । ननु जगद्वैचित्र्यान्यथानुपपत्तिरूपं तदस्त्येवेति चेत् न, तेन सहाविनाभावाभावात्, जगद्वैचित्र्यस्य सार्वइयं विनापि शुभाशुभकर्मपरिपाकादिवशेनोपपद्यमानत्वात् ।
47. ઈશ્વરની સર્વજ્ઞતા પણ આ રીતે જ કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. પ્રત્યક્ષ તો ઇન્દ્રિય અને પદાર્થના સકિર્ષરૂપ સંબંધથી ઉત્પન્ન થઈને પછી સ્કૂલ તથા વર્તમાન તે સમિકૃષ્ટ પદાર્થને જાણે છે, તેથી ઈશ્વરની અતીન્દ્રિય સર્વજ્ઞતાને જાણવી એ તેના સામર્થ્યની બહાર છે. તેની સર્વજ્ઞતાનું કોઈ નિયત સહચારી અર્થાત્ તેના વિના ન રહેનાર યા થનાર (અવિનાભાવી) લિંગ પણ નથી કે જેના દ્વારા તે અતીન્દ્રિય સર્વજ્ઞતાનું અનુમાન થઈ શકે.
નૈયાયિક – અમે ઈશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરનારું અકાટ્ય પ્રમાણ આપીએ છીએ. તે પ્રમાણ અન્યથાનુપપત્તિરૂપ છે. ઈશ્વરની સર્વજ્ઞતા ન માનીએ તો જગદ્વૈચિત્ર્ય ઘટે નહિ (અનુપપન્ન રહે). તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. [જગત કેટલું વૈવિધ્ય ભરેલું અને વિચિત્ર છે ! મનુષ્યના શરીર પર વિચાર કરતાં ખ્યાલ આવે છે કે તેનો સર્જક કેટલો કુશળ અને બુદ્ધિમાન હશે. પેટમાં ખોરાક જાય છે તેનું કઈ પ્રક્રિયાથી રક્ત આદિ બનીને શરીરરૂપી મશીનને પુષ્ટ કરે છે જે મશીન પોતાનું કાર્ય સતત રાતદિવસ કર્યા કરે છે. આ વિચારતાં જ આશ્ચર્ય થાય છે. આષાઢ મહિનો આવ્યો, વાદળો ચડી આવ્યાં, વીજળી ચમકવા લાગી, પૃથ્વીને સ્વર્ગ સાથે જોડતું રંગબેરંગી ઇન્દ્રધનુષ રચાયું, લીલુંછમ ઘાસ ફૂટી નીકળ્યું, નદીમાં પૂર આવ્યું – કેટકેટલું કહીએ, આ જગતનો એક એક કણ રહસ્યપૂર્ણ છે. તેણે પોતાની ભીતર પોતાની વિચિતાની લાંબી કથા છૂપાવી રાખી છે. આવા વિચિત્ર જગતને શું કોઈ અસર્વજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org