________________
જૈનમત
૪૭૫ प्रमेयत्वादिति केवलव्यतिरेकी हेतुः सूचितः, अन्यथानुपपत्त्येकलक्षणत्वा
खेतोरन्ताप्त्यैव साध्यस्य सिद्धत्वात् दृष्टान्तादिभिर्न प्रयोजनम्, यदनन्तधर्मात्मकं न भवति तत्प्रमेयमपि न भवति, यथा व्योमकुसुममिति केवलो व्यतिरेकः, साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगादिति । अस्य च हेतोरसिद्धविरुद्धानैकान्तिकादिदोषाणां सर्वथानवकाश एव प्रत्यक्षादिना प्रमाणेनानन्तधर्मात्मकस्यैव सकलस्य प्रतीतेः ।
330. હવે શ્લોકના ઉત્તરાર્થને સમજાવીએ છીએ. પ્રમાણનો વિષય અર્થાત્ પ્રમેય અનન્તધર્મક વસ્તુ છે. આ પ્રમાણના પ્રકરણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બન્નેય પ્રમાણોનો વિષય (ગ્રાહ્ય) અનન્તધર્મવાળી વસ્તુ છે. જે વસ્તુમાં અનન્ત એટલે કે ત્રિકાલવર્તી અપરિમિત ધર્મો અર્થાત્ સહભાવી સ્વભાવો (ગુણો) અને સ્વનિમિત્તક તથા પરનિમિત્તક ક્રમભાવી પર્યાયો હોય તે વસ્તુ અનન્તધર્મકથા અનેકાન્તાત્મક કહેવાય. અનન્તધર્મ'ને સ્વાર્થમાં “ક” પ્રત્યય લગાવવાથી “અનન્તધર્મક' શબ્દ બને છે. અનેકાન્તાત્મકશબ્દનો અર્થ આ છે – અનેક અન્તો એટલે કે ધર્મો યા અંશો જ જેનો આત્મા હોય, જેનું સ્વરૂપ હોય તે વસ્તુ અનેકાત્તાત્મક કહેવાય. વસ્તુ એટલે ચેતન અને અચેતન બધા દ્રવ્યો. અહીં “વસ્તુ અનન્તધર્મવાળી છે” આ પક્ષ છે. પ્રમાણવિષય' શબ્દ દ્વારા “પ્રમેય–ાતુ – પ્રમેય હોવાથી” એ કેવલવ્યતિરેકી હેતુ સૂચવાયો છે. હેતુનું અવિનાભાવ જ એક માત્ર અસાધારણ લક્ષણ હોવાથી પક્ષમાં જ સાધ્ય અને સાધનના અવિનાભાવને ગ્રહણ કરનારી અન્તર્થાપ્તિના બળે જ હેતુ સાધ્યનું જ્ઞાન કરાવે છે, તેથી ઉક્ત અનુમાનમાં દૃષ્ટાન્ત આદિની કોઈ આવશ્યકતા નથી. “જે વસ્તુ અનન્તધર્મવાળી નથી તે પ્રમેય પણ નથી, જેમ કે આકાશકુસુમ' આ વ્યતિરેકવ્યામિ જ પ્રમેયત્વ હેતુની મળે છે, તેથી આ પ્રમેયત્વ હેતુ કેવલવ્યતિરેકી હેતુ છે. અન્વયદષ્ટાન્ત તો પક્ષમાં જ આવી ગયાં છે કેમ કે જગતની વસ્તુમાત્ર અર્થાત્ સર્વ વસ્તુઓનો પક્ષ બનાવવામાં આવ્યો છે. તેથી પક્ષની બહાર અન્વયદષ્ટાન્તનું હોવું સંભવતું નથી. આ પ્રમેયત્વ હેતુ અસિદ્ધ વિરુદ્ધ કે વ્યભિચારી નથી, કેમ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણ કેવળ અનન્તધર્મવાળી વસ્તુને જ વિષય કરે છે. તેથી પ્રમાણપ્રસિદ્ધ અનેકાન્તાત્મક વસ્તુને સિદ્ધ કરવા માટે પ્રયત્ન હેતુ સર્વથા ઉપયુક્ત છે.
331. નનુ વાથમિન્ વસ્તુનત્તા ઘર્મા પ્રતયા રૂતિ વેત્ | उच्यते; प्रमाणप्रमेयरूपस्य सकलस्य क्रमाक्रमभाव्यनन्तधर्माक्रान्तस्यैकरूपस्य वस्तुनो यथैव. स्वपरद्रव्याद्यपेक्षया सर्वत्र सर्वदा सर्वप्रमातॄणां प्रतीतिर्जायमानास्ति तथैव वयमेते सौवर्णघटदृष्टान्तेन सविस्तरं दर्शयामः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org