Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 13
________________ S) ભરતબાહુબલિ મહાકાવ્યમ્'નો ગુજરાતી અનુવાદ કરવા પ્રોત્સાહિત કરી તે માટેનું (go વારંવાર માર્ગદર્શન આપતા રહ્યા તે રીતે તેઓશ્રીના પ્રેરણાબળથી આવા શ્લેષાત્મકરસાત્મક અને અલંકારાત્મક મહાકાવ્યનો ભાવાનુવાદ કરવા માટેની સફળતા મળી. બાકી આવા મહાન ગ્રંથોનો અનુવાદ કરવાની મારી શું હેસિયત છે ! પરમકૃપાળુ પરમાત્માની પરમકૃપા અને પૂજનીય ગુરુવર્યોના દિવ્ય આશીર્વાદની જ આ ફળશ્રુતિ છે. વિદ્વાનોની દષ્ટિએ આ મહાકાવ્યની ઉક્તિના અનુવાદમાં ઘણી તૂટીઓ રહી ગઈ હશે તો શ્રી ઉમાસ્વાતિ મહારાજે જેમ કહ્યું છે – । “यच्चासमंज्झसमिह छन्दा समयार्थतोऽभिहितम् पुत्रापराधवनगम भर्षयितव्यं बुधैः सर्वत्र" એ જ ક્ષમાયાચનાના સૂરમાં મારો સૂર મિલાવીને કહું છું કે આ અનુવાદમાં જે કાંઈ અસંજસ લખાયું હોય, જિનવચન અને ગ્રંથકારના અભિપ્રાયથી વિપરીત લખાયું હોય તો એક પુત્રીના અપરાધની જેમ સુજ્ઞપુરુષો મને ક્ષમા કરશો. * પ્રાંતે મારા આ લેખનકાર્યમાં તેમજ સાધના-આરાધનામાં સદેવ સહયોગી બનતી " . મારી અંતેવાસિની સાધ્વી – સત્યરેખાશ્રી - ભાગ્યપૂર્ણાશ્રી - શીલપૂર્ણાશ્રી – ભદ્રકીર્તિશ્રી - આનંદપૂર્ણાશ્રી - સંયમપૂર્ણાશ્રીનો પણ સહયોગ કેમ ભૂલી શકાય! વિશેષ તો મારા આ સંપૂર્ણ અનુવાદના લખાણના ગરબડ-સરબડ શબ્દદેહને સુંદર મરોડવાળા અક્ષરોમાં પ્રેસકોપી કરી આપનાર મારી અંતેવાસિની શિષ્યા ભાગ્યપૂર્ણાશ્રીજી અને આનંદપૂર્ણાશ્રીજીના સહકારની ઘણી ઘણી અનુમોદના કરું છું. . આ ગ્રંથનું આટલું ઝડપી પ્રકાશનકાર્ય કરનાર દુંદુભિ પ્રિન્ટર્સના માલિક જયેશભાઈને આપને કેમ ભૂલી શકાય! મારા ગત્યે અનુવાદિત પુસ્તક-પ્રકાશનમાં સદેવ આર્થિક રીતે સહયોગી બનનાર ભિવંડીવાસી અંજુબહેન હેમચંદ્ર ચંદરિયાને વારંવાર યાદ કરું છું. પ્રાંતે મારા શુભકાર્યમાં નિરંતર સાથ સહકાર આપનાર નામી-અનામી સુજ્ઞ વ્યક્તિઓનો ઘણો ઘણો આભાર માનું છું કે જેમણે શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન સંસ્થાનું પ્રકાશક તરીકેનું સૂચન કર્યું છે. “ગુણે વિંદ વહુના - તા. ૩૦-૧-૨૦૦૦ સા. સુલોચનાશ્રી જીવરાજ પાર્ક ભુવનભાનુસૂરિ આરાધના ભવન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 288