Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 12
________________ Sજી સહિત ભરતબાહુબલિ મહાકાવ્ય તૈયાર કરી આ ગ્રંથને ઘણો સરળ બનાવી દીધો. હું એટલે આ મહાકાવ્યને વિદર્ભોગ્ય અને લોકભોગ્ય કરવાનો યશ તેરાપંથી સંઘના વિદ્વાન આચાર્યોને ફાળે જાય છે. મેં તો તૈયાર થયેલી રસવતીને ફક્ત પીરસવાનું જ કામ કર્યું છે. સર્વજ્ઞ પરમાત્મા ભગવાન મહાવીરે બતાવેલા શ્રમણજીવનમાં જ્ઞાનોપાસના અગ્રસ્થાને કહી છે. ચોવીસ કલાકમાં પંદર કલાક જ્ઞાનોપાસના કરવાની આજ્ઞા છે. શ્રમણ-શ્રમણીના જીવનમાં જો આવી જ્ઞાનોપાસના ના હોય તો સંયમજીવન શુષ્ક બની અનેક દોષોનું ભાજન બની જાય છે. પરમપાવન ધર્મભૂમિ પાટણ નગરીના રહેવાસી ધર્મનિષ્ઠ સંસારી માતા-પિતા (શેઠ પોપટલાલ બાદરચંદ તથા કીલીબેન)ના સુસંસ્કારોથી સિંચાઈને અને પૂજનીય * ગુરુવર્યોની પ્રેરણાથી નાની બાળવયમાં હુ શ્રમણી બની. પરમોપકારી ગુણીજી સુનંદાશ્રીજીની છત્રછાયા મળીને અમારા સૌના પરમોપકારી પૂજનીય ગુરુદેવ સંઘસ્થવર, દીર્ઘતપસ્વી, આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (પૂ. બાપજી મહારાજ)ની નિશ્રા અને શિક્ષા મળી. તેથી હું જ્ઞાનોપાસનામાં પરોવાઈ ગઈ. પ્રકરણ ગ્રંથો, કર્મગ્રંથો, કમ્મપયડી, પંચસંગ્રહ, વિશેષાવશ્યક આદિ દ્રવ્યાનુયોગનું અધ્યયન, સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું અધ્યયન - ઉપદેશમાલા, જ્ઞાનસાર, પ્રશમરતિ, ધ્યાનશતક અધ્યાત્મ કલ્પદ્રુમ આદિ આધ્યાત્મિક ગ્રંથોનું પરિશીલન, નવ્યન્યાય - સ્યાદ્વાદમંજરી - સ્યાદ્વાદરત્નાકર - સંમતિતર્ક આદિ દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કરી, પૂ. શ્રી બાપજી મહારાજ અને આચાર્ય ભગવંત શ્રી, મનહરસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અનેક સાધ્વીજી મહારાજને અધ્યાપન કરાવવાની મને અમૂલ્ય લાભ મળ્યો. ત્યાર બાદ તે પૂજ્યોની પ્રેરણા અને આશીર્વાદથી - સ્યાદ્વાદમંજરી, હીરસૌભાગ્ય મહાકાવ્ય - શાંબ - પ્રદ્યુમ્ન મહાકાવ્ય આદિ ગ્રંથોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરવાનો અવસર પ્રાપ્ત કરાવનાર મારા અગણિત ઉપકારી તે તે ગુરુવર્યોની હું ઘણી ઘણી ઋણી છું. ખાસ તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં પ્રોત્સાહિત કરનાર અને મારી તેમજ, મારા પરિવારની જ્ઞાનોપાસના, સંયમયાત્રા અને વિહારયાત્રામાં સતત પ્રેરણાદાતા પૂજનીય ગુરુદેવ સ્વ. શ્રી આચાર્ય ભગવંત શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.નો આ પ્રસંગે જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. હું તો સાવ અનભિન્ન હોવા છતાં, જેઓએ પોતાની સાહિત્યયાત્રામાંથી અમૂલ્ય સમય ફાળવીને મારા પ્રત્યેક અનુવાદિત ગ્રંથોનું ખૂબ જ ચીવટથી ઝીણવટપૂર્વક સંશોધન કરી સુધારાવધારા કરી આપ્યા છે. છેલ્લે “પ્રગતિના પંથે” (પંચસૂત્ર)ને ગુજરાતી અનુવાદ કરવાના પ્રેરણાદાતા ) પરમ ઉપકારી પૂજનીય આચાર્ય-ભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજે મને ,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 288