Book Title: Bharat Bahubali Mahakavyam Author(s): Sulochanashreeji Publisher: Vishvakalyan Prakashan Trust MehsanaPage 11
________________ ક TE પ્રત્યેક યુદ્ધમાં બાહુબલિના રોમાંચક વિજયના કારણે ભરત ચક્રવર્તીનો પ્રબળ રોષ હળ અને તેની ફલશ્રુતિરૂપે બાહુબલિ પર ચક્રરત્નનું છોડવું, બાહુબલિનો પરાકાષ્ઠાએ પહોંચેલો તીવ્ર રોષ, તીવ્ર રોષનું રૂપાન્તર, ભગવાન ઋષભદેવના માર્ગનું અનુગમન અને સાધુતાનો સ્વીકાર, શીતા, ઉષ્ણ અને વર્ષાઋતુનાં કષ્ટોની સહનશીલતા. પરંતુ અહંકારના કારણે કેવલજ્ઞાનની અપ્રાપ્તિ, ભગિની સાધ્વીજી બાહ્મી-સુંદરીની પ્રેરણાથી ગર્વનું ખંડન ને પ્રાંતે કેવલ્યની પ્રાપ્તિ. આ પ્રમાણે બાહુબલિજીનો પરિચય કરાવીને ગ્રંથકાર ભરત ચક્રવર્તીની દિનપ્રતિદિન વધતી તીવ્ર વિરાગતા અને અનાસક્તતાના કારણે આસાભુવનમાં કેવલ્યની પ્રાપ્તિ અને ભરતરાજાનું મહાભિનિષ્ક્રમણ વગેરે ઘટનાનું રોમાંચક વર્ણન તે ખરેખર કવિની કાવ્યકુશળતા અને પ્રત્યેક ઘટનાને ઉપસાવવાની આગવી વિશેષતા પ્રગટ થાય છે. પ્રસ્તુત મહાકાવ્યમાં ૧૮ સર્ગો છે. ૧૫૩૫ (પંદરસો પાંત્રીસ) શ્લોકોની સંખ્યા છે અને પ્રત્યેક સર્ગમાં અલગ અલગ છંદો આપવામાં આવ્યા છે. દા.ત.૭ સર્ગ ઉપજાતિમાં, ૩ સર્ગ અનુષ્ટ્રપ, ૧ સર્ગ રથોદ્ધતા, ૨ સર્ગ વંશસ્થતિમાં, ૨ સ્વાગતા, ૧ પ્રહર્ષિણી, ૧ વિયોગિની અને ૧ તૃત વિલંબિત. ગ્રંથના રચયિતા - સમયમર્યાદા: મોગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર તપાગચ્છાધિપતિ વિજયસેનસૂરીશ્વરજીના સામ્રાજ્યમાં તેઓશ્રીના પ્રશિષ્ય પંડિત સોમકુશલગણીના શિષ્ય કનકકુશલગણી અને પુણ્યકુશલગણી, બંને ગુરુભાઈઓમાં કનકકુશલગણીવર્ય અનેક ગ્રંથોની રચના કરી, અને પુણ્યકુશલગણીએ સત્તરમી શતાબ્દ (વિ.સં. ૧૯૪૧)માં “ભરત બાહુબલિ મહાકાવ્યની રચનાનો પ્રારંભ કર્યો અને વિ.સં. ૧૯૫૯માં પ્રાય: આ ગ્રંથ સંપૂર્ણ બન્યો. તેઓના ગુરુભ્રાતા કનકકુશલગણીવર્યે તેના ઉપર પંજિકા- પદભંજિકાનું નિર્માણ કર્યું, પરંતુ ઘણી શોધના અંતે ૧૧ સર્ગ સુધીની પંજિકા મળે છે; તેમાં પણ ત્રીજા સર્ગની અડધી પણ પંજિકા મળતી નથી. એટલે આમાં આપણે પંજિકા લીધી નથી. તેરાપંથીના પંચમ આચાર્ય સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત માધવગણી પોતાની પ્રવચનસભામાં પ્રસ્તુત મહાકાવ્ય વારંવાર વાંચતા. તે સમયે આ કાવ્ય ઘણું લોકપ્રિય બનેલું...ત્યારબાદ પ્રસ્તુત કાવ્યની પ્રત ખોવાઈ ગયેલી. કાલાન્તરે કાલૂગણીની શોધના અંતે વિદ્વાન શ્રાવક ચોપડાજી દ્વારા આગ્રા શહેરના વિજયધર્મલક્ષ્મી જ્ઞાનભંડારમાંથી મૂળપ્રત મળી. તેમાં પણ તૂટક શ્લોકો અને બારીક અક્ષરોવાળી હસ્તલિખિત પ્રત ઉપર મહામનીષી તેરાપંથી યુવાચાર્ય નથમલજીએ સંશોધન કરી મુમુક્ષુઓના અધ્યયન-અધ્યાપન ીિ માટે મુનિ દુલ્લહરાજજીને તેનો હિંદી ભાષામાં અનુવાદ કરવા પ્રેરિત કર્યા. અનુવાદ SિPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 288