Book Title: Bharat Bahubali Mahakavyam Author(s): Sulochanashreeji Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 9
________________ “કાવ્યમાં કથાવસ્તુ અલ્પ છે પણ સાહિત્યિક વર્ણનો સુંદર પ્રમાણમાં છે. મહાકવિ કાલિદાસની પ્રાસાદિક શૈલીના દર્શન થાય છે. ભરત અને બાહુબલી એ બન્ને ભાઈઓના પ્રેમનું વર્ણન રોચક શૈલીમાં થયું છે. જલક્રીડા, વનવિહારના વર્ણનો પણ મનોહારિ છે. ભરત ચક્રવર્તીએ કરેલા ચાર પ્રકારના યુદ્ધનું વર્ણન, છેલ્લે દેવોનું થયેલું આગમન વગેરે વર્ણનો પ્રવાહબદ્ધ શૈલીમાં લખાયા છે. ભાંડારકરની બે બુકના અભ્યાસ પછી કે હેમલઘુ પ્રક્રિયાના અભ્યાસ પછી વ્યુત્પત્તિ ખીલવવા માટે રઘુવંશ વગેરે મહાકાવ્યનો અભ્યાસ થાય છે તેના સ્થાને આ ભરતબાહુબલી મહાકાવ્યનો. અભ્યાસ પ્રચલિત કરવા જેવો છે. આના દ્વારા જૈન શ્રમણોની સાહિત્યોપાસનાને પણ પ્રસારિત કરવા દ્વારા શ્રત સેવાનો લાભ મળશે અને સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે આવા નામાંકિત શલાકા પુરુષના જીવન ચરિત્રને જાણવાનું પણ મળશે એ લાભ વધારાનો. સાધ્વી સંસ્થાએ પણ આ દાખલા ઉપરથી શીખવા જેવું છે. આવી કોટિના હજી ઘણાં ગ્રન્થો જ્ઞાન ભંડારમાં છે જેને લોકભોગ્ય બનાવવા માટે તેના ગૂર્જર અનુવાદ વગેરે જરૂરી છે. અન્ને આવા અલંકારરૂપ મહાકાવ્ય ગ્રન્થને સારી રીતે આવકારી તેના અધ્યયન દ્વારા પ્રભુ શાસનના કથાસાહિત્યનો પરિચય પામી સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ કરી તે દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્રની સાધના કરી પરંપરાએ મોક્ષ સુધીના ભાગીદાર બનીએ એ જ એક શુભકામના સાથે. મહાવદિ ૧૩, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ પારસનગર, નવા ગામ (સોનગઢ) કું વિ.સં. ૨૦૧૬ શિષ્યાણPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 288