Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 7
________________ સમર્પણ કર પરમ પૂજ્ય ગુરુદેવ ! પરમ આરાધ્ય! પરમ શ્રદ્ધેય ! પરમ આદરણીય ! વિશેષણો ખૂટી પડે – ઉપમાઓ શોધી ના જડે... સરખામણી માટે શબ્દો ન સાંપડે... એવા મારા...તમારા... આપણા સહુના પરમપ્રિય ગુરુદેવ, સાહેબજી ... પૂજ્યપાદ આચાર્યભગવંત · શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય ચરણકમળમાં સાદર... સબહુમાન... પ્રસન્નતાના પારાવાર શા સાહેબ ! આપે તો પ્રભુના શાસનની અપૂર્વ અને અસીમ પ્રભાવના કરીને પ્રભુ પ્રત્યેનું આંશિક ઋણ અદા કર્યું ! સાહિત્યસર્જનની એક આગવી દુનિયા વિકસાવી... બધા જ વિષયોમાં સફળ અને સક્ષમ સર્જક બનીને જિનશાસનના ગગનમાં સદા-સદા માટે છવાઈ ગયા ! સહુના મનને-જીવનને સાંત્વના... સમતા અને સ્વસ્થતા આપવામાં આપ અજોડ હતા... અને માટે જ છેલ્લી ક્ષણ... છેલ્લી પળ સુધી આપે અસ્વસ્થતાની આંધી વચ્ચે પણ આત્મસમાધિ અને નિજાનંદનો દીવો અખંડ રાખી ! જીવનની પળેપળને સભર બનીને માણી... અને મૃત્યુની પળે પણ સ્મિત છલકતી શાંતિની કરી લ્હાણી ! સ્મૃતિઓનું આખું એક વિશ્વ ઊભું છે આસપાસ ! આપે જે ચીંધ્યું... જે શીખવાડ્યું... જે સમજાવ્યું... એ સ્વાધ્યાયની થોડી પળો... થોડી ક્ષણો જે સાર્થક બની એની ફલશ્રુતિઉપલબ્ધિરૂપ આ ભરતબાહુબલી ગ્રંથ આપને અનંત ઉપકારોની સ્મૃતિ સાથે સમ્યકૃતયા સમર્પણ ! 3

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288