Book Title: Bardoli Satyagrahno Itihas Author(s): Mahadev Haribhai Desai Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 4
________________ બારડૅાલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે ભાગ લેવાનું સદ્ભાગ્ય તેા મને નહેાતું મળ્યું, પણ અ-સૈનિક તરીકે મારે ઠીક ઠીક સેવા આપવાને લાભ મળ્યા હતા. એ દરમ્યાન સરદારની સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંક સ્મરણ મારે માટે પુણ્યસ્મરણ રહેશે. એ અને ખીજા' સ્મરણેાને ઇતિહાસ રૂપે ગૂંથીને ગુજરાત આગળ રજૂ કરતાં આનંદ થાય છે. આ ઇતિહાસ કાઈ સૈનિક રજૂ કરે તેા જુદી જ રીતે કરે અને સરદાર પાતે લખે તેા વળી તેથી જુદી રીતે લખે. પણ સરદાર. અને તેના સૈનિકાને લડવાના જેટલેા શાખ છે તેટલેા લખવાને નથી, એટલે મારે આ કામ ઉપાડવું પડયું છે. પરિણામે · ગાળીબહારની લાઇન 'માંથી લખાયેલાં વનાની લહેજત એમાં ન મળે, અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ ’માં મળતા સત્યાગ્રહના પ્રણેતાના સ્વાનુભવનેા શાંત રસ ન મળે. પણુ એ ન મળે તે ખીજાં કઈંક તેા મળી રહેશે, જેથી વાચકને આ ઈતિહાસ ઉપર આપેલેા સમય કેવળ કાળક્ષેપ ન લાગે એવી આશા છે. સરકારી અમલદારાનાં નામ બનતાં સુધી છેાડી દેવામાં આવ્યાં છે. સત્યાગ્રહીને એને હેતુ સમજાવવાની જરૂર નથી. પ્રકરણને આરંભે મૂકેલાં આદર્શ વાક્ય સરદારનાં ભાષણામાંથી લીધેલાં છે. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણુ કરીને ઇતિહાસના પૂર્વાધ ને કલેશ ' તરીકે વર્ણવ્યા છે અને ઉત્તરાને ‘ફળ’ તરીકે વણુ ધ્યેા છે. કારણ સ્ટેશઃ જૈન દ્દેિ પુનર્નવતાં વિષસે એ વચન સત્યાગ્રહને વિષે તેા સવિશેષે સાચુ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 406