________________
જ્ઞાનની પરબનાં ચાળીસ વર્ષ વીસમી સદીની સહુથી મહત્ત્વની અને નોંધપાત્ર ઘટના એટલે જ્ઞાન અને માહિતીના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ. વિકસતા જગત સાથે કદમ મેળવવા માટે, સમયની સાથે રહેવા માટે આપણે ઘણુંબધું વાંચવું પડે, ઘણુંબધું જાણવું પડે. આ વાત આપણે સમજીએ છીએ. પણ એ માટેનો સમય ક્યાં છે? સમય કદાચ હોય તોપણ રસના વિષયને સરળ અને રસપ્રદ શૈલીમાં સમજાવે તેવાં સાધનો ક્યાં છે ? પરિચય પુસ્તિકા આવાં સાધનોમાંનું એક મદદરૂપ થાય તેવું આધારભૂત પ્રકાશન છે. પરિચય પુસ્તિકાઓમાં જ્ઞાન-વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોની જાણવા જેવી પાયાની માહિતી તારવીને તે તે વિષયના નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં રજૂ કરવામાં આવે છે.
સામાન્ય જ્ઞાનની સ્પર્ધા હોય કે વિઝનો કાર્યક્રમ, વસ્તૃત્વની હરીફાઈ હોય કે કોઈ ચોક્કસ વિષયની પાયાની માહિતીની જરૂર પડે ત્યારે પરિચય પુસ્તિકાઓ એક ઉપયોગી સાધન બની રહે છે. આજ સુધીમાં પ્રગટ થયેલી ૯૨૬ પરિચય પુસ્તિકાઓમાં વાચક શોધતો હોય તેવી કોઈ ને કોઈ માહિતી એને મળી રહે તેવી પૂરી શક્યતા છે. દર વર્ષે પ્રગટ થતી ૨૪ પુસ્તિકાઓ શાળાકૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમ જ નવું નવું જાણવા ઉત્સુક તમામ નાગરિકોની જિજ્ઞાસા સંતોષતી જ્ઞાનની પરબ તરીકે ગુજરાતી સમાજે આવકારી છે.
મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org