Book Title: Atmashuddhipayog Anuwad Author(s): Buddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખનો ખજાનો.... ચતુર્દશ (૧૪) રાજલોકમાં રહેલા પ્રત્યેક સંસારી જીવની ઈચ્છા અને ભાવના, વૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર સુખ માટેની જ હોય છે. સુખી થવા માટે અને સુખ મેળવવા માટે અવિરત પ્રયત્ન કરતા અનંતો કાળ વ્યતીત થઈ ગયો, છતાં પણ સભ્ય શ્રદ્ધાના અભાવે અને મિથ્યાભાવના કારણે સુખની સાચી ઓળખ પીછાણ ન થવાથી સુખ તો ન જ મળ્યું, પરંતુ અવળી પરિણતિના કારણે પાપમય પ્રવૃત્તિ કરીને અનંતો સંસાર વધાર્યો અને જ્યાં ગયો ત્યાં દુઃખ જ મળ્યું. દુ:ખનો જ અનુભવ કર્યો. સુખ મેળવવા માટે અને સુખી થવા માટે તો શુદ્ધોપયોગવાળા જ્ઞાની ભગવંતોએ બતાવેલા પાપમય સંસારની મિથ્યા પ્રવૃત્તિઓને તિલાંજલી આપીને શુદ્ધોપયોગકારક ભાવોમાં સમ્યફ સ્થિરતા કરવામાં આવે તો પાપમય સંસારનો અંત થવાની સાથે જ અનંતાનંત શાશ્વત સુખકારક શુદ્ધોપયોગ દ્વારા શાશ્વત પદની પ્રાપ્તિ અવશ્ય થશે. શાશ્વત અનંત સુખની પ્રાપ્તિ માટે “આત્મશુદ્ધોપયોગી ગ્રન્થમાં કહેલા ભાવોને આત્મસાત કરીએ, એજ પરમ મંગલ કામના...... પ્રકાશક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 177