Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુશ્રી વલ્લભસૂરિ ( શિખરિણી ) ધરી ચિત્તે નિત્ય, જિનવચનમાં પ્રીતિ જ ઘણી, વિલોક્યાં સહુ શાસ્ત્રી, સમયસર ભાવે વિરમણું; ધરે હૈયે જેઓ, ચરણ રચવા રુચિ જ પૂરી, રાદા જયવંતા હે, પ્રખર ગુરુશ્રી વલ્લનસૂરિ. બનાવ્યા છે , ગુર્જર અને હિંદી જ નહીં, રચી છે પૂજાઓ, વિવિધ રસ પૂરી ગુણ ગ્રહી; વિશેષ સ્થાપ્યાં છે, પ્રગતિરૂપ વિદ્યાલય ફરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. મહાવ્રત પાચ, સમિતિ સહ ગુપ્તિ ત્રણે ધરી, અખંડા નંદેહા, અછત રતિભર્તા વશ કરી; સદાચારે જેણે, પ્રતીત કરનારી મતિ હરી, સદા જયવંતા હૈ, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. પ્રબોધીને તારે, ભવજળથકી રંજન કરે, છતી પંચદ્ધિને, મનમુદિત જે શાન્તિ ધરે, પ્રાર્યો પંજાબ, વીરવિજય જ્યાં ત્યાં વિચરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. વધારી છે કીર્તિ, વિજયી વિજયાનંદ ગુરુજી, પ્રશિષ્ય ને શિષ્ય, નમન કરતા નિત્ય પ્રભુજી, લઈ શરણ તારો, વિનય વિનવે છે કરગરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. (૫) રચયિતા : મુનિશ્રી વિનયવિજ્યજી મહારાજ-વડોદરા For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30