________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુ
,
9e629 Usષ્ઠ 9-52092 ૧) શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગરને
સંવત ૧૯૯૮ ની સાલને ૪૬ મા વર્ષને વાર્ષિક રિપોર્ટ
આ સભાને સ્થાપન થયા ૪૭ વર્ષ થયા છે. સંવત ૧૯૫ર ના પ્રથમ જેઠ સુદ ૮ પરમપૂજ્ય મહાન ઉપકારી ગુરુમહારાજ શ્રી આત્મારામજી મહારાજ(ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિજી)ને સ્વર્ગવાસ થયે. તે ગુરુના સ્મરણાર્થે આ સભાનું સ્થાપન સં. ૧૯૫૨ ના બીજા જેઠ સુદ ૨ ના રોજ કરવામાં આવ્યું છે.
ઉદ્દેશ-જૈન બંધુઓ ધર્મ સંબંધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ગ્રંથનું પ્રકાશન કરવું. ધાર્મિક અને વ્યાવહારિક કેળવણીની વૃદ્ધિ માટે યથાશક્તિ પ્રયાસ કરો. વાંચવા લાયક પુસ્તકોને સંગ્રહ કરી લાઈબ્રેરીનો ઉપયોગ જેમ વધુ માણસે લે તેવી સગવડ આપવી.
તે ઉપરાંત જૈન પ્રાચીન સાહિત્ય : વસુદેવ હિન્ડિ, બૃહતકલ્પસૂત્ર, કર્મગ્રંથ કથીરત્નકોશ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર વગેરે સંસ્કૃત, માગધી ગ્રંથ પ્રસિદ્ધ કરી સાહિત્યની સુંદર સેવા કરવામાં આવે છે. “શ્રી આત્માનંદ પ્રકાશ' માસિક ૪૦ વરસથી નિયમિત પ્રગટ કરી, અનેક વિદ્વાનોના સુંદર લેખો-કવિતાઓ આપી જ્ઞાનનો ફેલાવો કરવા પૂરતા પ્રયાસ થાય છે. ગુરુમહારાજના તમામ પરિવારની પૂર્ણ કૃપાથી આ સભાનું કામ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તેમાં હાલમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલલભસૂરીશ્વરજીની કૃપા અને મહાન ઉપકારી સ્વ. પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજ તથા
સ્વ. ચતુરવિજયજી મહારાજ તથા મહારાજ શ્રી પુણ્યવિજ્યજીની અતિ કૃપા સાહિત્ય પ્રગટ કરાવવા, પોતે જાતે મહેનત લઈ શુદ્ધ કરી આપવા અને ઉપદેશ આપી સહાયકો મેળવી આપી જે ઉપકાર કર્યા છે જે અનુપમ છે.
સભાએ એક મકાન બીજું લીધું છે. તે મકાનને ફાયરફ બનાવી સુંદર જ્ઞાનમંદિર કરવા ધારણા છે, તે સહાયક મળેથી થશે.
સભા પાસે હસ્તલિખિત પ્રતો હતી, તેમાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી ભંડાર સુમારે ૧૨૦૦ પ્રતને સભાને મળ્યો, તે માટે ફાયરપ્રુફ જ્ઞાનમંદિર બનાવવા પૂરી જરૂર છે.
જનરલ કમિટી ગયા વર્ષે કુલ ૩૯૮ સભાસદે હતા તેમાં વધતા અને સ્વર્ગવાસ થતા નીચે મુજબ ૮ પેન, ૯૭ પહેલા વર્ગના લાઈફ મેમ્બર, ૨૪૮ બીજા વર્ગના લાઈફ મેમ્બર, ૯ ત્રીજા વર્ગના લાઈફ મેમ્બર તથા ૪૩ વાર્ષિક મેમ્બર મળી કુલ ૪૦૫ મેમ્બર છે. સંવત ૧૯૯૯માં તેમાં સંખ્યા વધી છે.
For Private And Personal Use Only