Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. ( શ્રી વધુ માનસૂરિકૃત.) પ૪૭૪ ગ્લેકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમાં તથા પૂર્વાચાર્યોકત અનેક ગ્રંથમાંથી દેહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લખેલા આ અપૂર્વ ગ્રંથ છે. | આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાગુવા યોગ્ય મનનીય સુંદર ખાધ પાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબધીની વિસ્તૃત હકીકતના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાઢય ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આહલાદક કથાને આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. કિંમત રૂા. ૨-૮-૯ પાસ્ટેજ જુદું. ઝવેરી શાંતિદાસ ખેતશીભાઇના સ્વર્ગવાસ જામનગરનિવાસી શેઠ શાંતિદાસભાઈ ભાદરવા સુદિ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે સરળ અને ઉદાર હોવા ઉપરાંત હૃદયથી નિર્મળ હતા. દેવગુરુધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓએ મળેલ સુકૃત લક્ષ્મીનો ઉપયોગ ગુમ અને જાહેર સખાવતોદ્વારા કર્યો હતો, આ સભાથી થતા દેવગુરુધર્મની ભક્તિના કાર્યોથી આકર્ષાઈ તેઓ આ સભાના ધણા વખતથી સભાસદ હતા. આવા સ્વધર્મનિષ્ઠ બંધુના સ્વર્ગવાસથી જૈન સમાજે એક મૂંગો અને સખી સેવક ગુમાવ્યા છે અને આ સભાને તે એક લાયક સભાસદની ખોટ પડી છે. તેઓશ્રીના કુટુંબને દિલાસે દેવા સાથે સ્વર્ગસ્થના આત્માને પરમ શાતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાત્માને પ્રાર્થી એ છીએ. | શેઠ અનેપચંદ નરશીદાસના સ્વર્ગવાસ ભાવનગરનિવાસી શેઠ અનોપચંદભાઈ લાંબા વખતની બિમારી ભેગવી આસો સુદિ ૧ ની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે શાંત, મિલનસાર અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેઓ આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી આ સભાને ખોટ પડી છે. તેઓ ના સુપુત્ર ભાઈ લક્ષ્મીચંદ વગેરેને દિલાસા દેવા સાથે સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઇચછીયે છીયે. શાહ ચુનીલાલ વીરચંદના સ્વર્ગવાસ - રાધનપુરનિવાસી શેઠશ્રી ચુનીલાલભાઈ થોડા દિવસની બિમારી ભોગવી આસો સુદિ ૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે મિલનસાર અને દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેઓ આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેમના સ્વર્ગવાસથી આ સભાને એક ઉદાર જૈનબંધુની ખોટ પડી છે. તેઓના કુટુંબને દિલાસો દેવા સાથે તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30