Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dow, » 0 છે r શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે મળેલ અભિપ્રાયો ૧. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ જડિયાલાગુરુ (પંજાબ)થી લખી જણાવે છે કે: તા. ૨૯-૯-૪૩. તમેએ મોકલાવેલ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુનું જીવન ચરિત્ર મળ્યું. છપાઈ, સફાઈ, ભાષા, તસ્વીર વગેરે મનને આકર્ષે એવાં છે. પુસ્તક હાથમાં લેતાં જ જોવાનું અને વાંચવાનું મન થઈ આવે છે. મૂળ કર્તા શ્રી અમરચંદ્રસૂરીશ્વરજી મહારાજે પરિશ્રમ ઉઠાવી પિતાની વિદ્વત્તાથી ઘણો જ બોધ અને રસપ્રદ બનાવી ભવ્ય પર મહાન ઉપકાર કર્યો છે અને તમે (સભા)એ ગુર્જર ભાષાભાષીઓના હિતાર્થે ગુર્જર ભાષામાં સરસ અનુવાદ કરાવી, છપાવી, ઉપકાર કરવામાં કંઈ ખામી નથી રાખી. જ્ઞાનપિપાસુઓને વાંચવા માટે અમારી ખાસ ભલામણ છે. ” પૂ. આ. ભ.ની આજ્ઞાથી લિ. સમુદ્રવિજયના ધર્મલાભ. ''" in MS. ooooo પદ '- 11 તો એકબીજાને મળe seen ૨. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે આર્થિક સહાય આપનાર દાનવીર જૈન નરરત્ન રાવસાહેબ કાતિલાલભાઈ ઈશ્વરલાલ જે. પી. મુંબઈથી લખી જણાવે છે કે શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર આપને પત્ર તા. ૧૨-૯-૪૩ને મળ્યો છે. શ્રીયુત ફત્તેચંદભાઈ મારફત શ્રી આદીશ્વર ચરિત્રના બે પુસ્તક પણ મળ્યાં છે. ભાવનગર હું આવ્યો ત્યારે સભાને મેં જે નાની રકમ ભેટ આપેલ તેનું આટલું બધું મોટું પરિણામ આવવાનું છે તેની મને જરા પણ કલ્પના ન હતી. જૈન સાહિત્યના બહેળા ફેલાવા માટે આપણે ત્યાં બહુ જ ઓછું કાર્ય થાય છે. અને તે કાર્ય પ્રત્યે ખાસ કરીને સર્વેનું દુર્લક્ષ છે, તે આપણું કમભાગ્ય છે. જેના આત્માનંદ સભા આ કાર્યને ટકે આપી સમ્યજ્ઞાનને તેના સાચા સ્વરૂપમાં સમાજમાં રેડી રહ્યું છે, તે આખી કામ ઉપર મોટો ઉપકાર છે. આ કાર્યમાં મારી અનુકૂળતાએ બનતી મદદ આપવા મેં નક્કી કર્યું છે. તમો પણ અવરનવર મારું લક્ષ ખેંચ્યા કરજે. એક હકીકત લખતાં મને જરા દુઃખ થાય છે. પુસ્તકમાં મારા જીવનચરિત્ર ઉપર જે મથાળું લખ્યું છે તે વાંચી મને અત્યંત શરમ આવી છે. જૈન સંઘના સુકાની થવા જેટલું મારું બળ કિચિત માત્ર નથી તેનું મને પૂરેપૂરું જ્ઞાન છે.” લિ. આપનો કાંતિલાલ ઈશ્વરલાલ પાસના ક. નાના નાના નામનો - - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30