Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Itતા ]ལizonལn_IDD་ཡས་པ།p།JUNang0D།།གདུག་ནད་སྤྱ།།ཀག་སྤnངig # શ્રેષ્ઠીવર્ય શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ મીલવાળા, ભાવનગર, આત્મીય બંધુ, આપની ઔદ્યોગિક કાર્યકુશળતા, જાહેર સેવાની અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિ, જૈન સમાજની પ્રગતિ માટે ઉચ્ચ ભાવના, ગરીબ પ્રત્યેની અનુકંપા વિગેરે ગુણે જોઈ અમોને જે હર્ષ ઉત્પન્ન થાય છે તે આ માનપત્રદ્વારા પ્રદર્શિત કરવાની આ ઉત્તમ તક હાથ ધરીએ છીએ. આપે સામાન્ય કેળવણી પામી, સામાન્ય સંજોગોમાં ઊછરી આપબળ અને કામની સતત ચીવટ | - અને ધગશથી મીલ સ્થાપી કાઠિયાવાડના ઔદ્યોગિક ક્ષેત્રમાં અજોડ નામમાં મેળવી છે અને કાઠિયાવાડમાં છે પણ હુન્નર ઉદ્યોગ માટે બહોળું ક્ષેત્ર છે તે બતાવી આપ્યું છે, તેમજ પોતાના કારીગરોને કેવી રાહત આપવી જોઈએ તે પ્રસૂતિગૃહ, દવાખાના વિગેરે સ્થાપી આપે અન્યને દાખલે લેવાને માર્ગ બતાવ્યો છે. તે ભાવનગરની આમજનતાને માટે આપના શુભ પ્રયાસ જાણીતા છે. ભાવનગરના ઇતિહાસમાં અજોડ A એવું માનવરાહત ફંડ ઊભું કરી, તેને સુંદર વહીવટ કરી બતાવી એક સાચા સેવાભાવવાળો શું કરી " શકે છે તે આપે બતાવેલ છે. જેન સમાજના ઉદ્ધાર માટે પણ આપની શુભ ભાવના એવી જ જાણીતી છે. આપના ગુપ્તદાન અને છે આપની અનુકંપા ગરીબેને તથા મધ્યમ વર્ગના કુટુંબને આશિર્વાદ સમાન છે. A ભાવનગરની કોઈપણ શુભ પ્રવૃત્તિમાં આપનું અગ્રસ્થાન જ હોય છે, અને આપની રાહબરી નીચે | દરેક પ્રવૃત્તિનું સુંદર પરિણામ આવે છે. ભાવનગર રાજ્યમાં પણ આપનું ગૌરવવંતુ સ્થાન છે. અને રાજ્ય પણ આપની સેવાઓની કદર કરી ભાવનગર રાજ્યની ધારાસભાના માનનીય સભ્ય, સિવિલ ડિફેન્સ બોર્ડના મેમ્બર, સિવિક ગાર્ડઝના નરરી ટ્રેઝરર, રેફયુજી કમિટીના ચેરમેન નીમેલ છે. તેમજ પ્રજા પક્ષે આપ કાઠિયાવાડ મીલ ઓનર્સ એસોસીએશનના ઉપપ્રમુખ, તળાજા તીર્થ કમિટિના પ્રમુખ, ભાવનગર પાંજરાપોળના ઉપપ્રમુખ, વનિતા વિશ્રામના સભ્ય, શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીના પ્રતિનિધિ છે. ઉપરોક્ત સેવા, ઉદારતા, અનુકંપા વિગેરે સદ્દગુણ સાથે સંસ્કાર અને સાહિત્યના પણ આપ પ્રેમી છે. આત્મકલ્યાણના પાન કરાવતી ગુરુભક્તિ નિમિત્તે સ્થાપન થયેલ સાહિત્યની પરબ સમી આ સભાને પિતાની માની તેના વિકાસમાં ફાળો આપવા આપ આ સભાના પેટ્રન થયા છે, તે આ સંસ્થાને મન મહદ્ ગૌરવને પ્રસંગ છે અને આશા છે કે, સભાના જ્ઞાનોદ્ધાર અને અનેકવિધ પ્રાચીન સાહિત્યના ઉદ્ધારમાં આપને સહકાર પ્રેરણાત્મક બની રહેશે. અમને આશા છે કે આ સભા સાથેના હવે પછીના આપના સંબંધને વિશેષ ઉજજવળ કરી બતાવશે; સાથે આપ દીર્ધાયુ થઈ શારીરિક, માનસિક, આધ્યાત્મિક, અને આર્થિક સંપત્તિઓ દિવસાનદિવસ વિશેષ વિશેષ મેળવવા ભાગ્યશાળી બને, એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરવા સાથે આ માનપત્ર ભાવનગર સ્ટેટના મુખ્ય દિવાન સાહેબ શ્રીયુત અનંતરાય પ્રભાશંકર પટ્ટણીના શુભ હસ્તે આપને એનાયત કરતા આનંદ વ્યક્ત કરીએ છીએ. આત્માનંદ ભવન ભાવનગર, તા. ૧૮-૯-૪૩, સંવત ૧૯૯૯ ના ભાદરવા વદિ ૫ શનિવાર. શેઠ ગુલાબચંદ આણંદજી અનંતરાયભાઈ પ્રભાશંકર પટ્ટણી, પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા. મુખ્ય દીવાન સાહેબ, ભાવનગર સ્ટેટ તથા અન્ય સભાસદો મેળાવડાના પ્રમુખ... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30