Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શ્રી આત્માનંદ પ્રકાશ. મુમુક્ષુ જનોએ આત્મકલ્યાણર્થ અનુકરણ કરવા યોગ્ય શ્રમણ ભગવાન શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. [આચારાંગ સૂત્રના બ્રહ્મચર્ય શ્રત સ્કંધમાંથી ] જન્મ દિવસ ચૈત્ર શુદિ ૧૩ દિક્ષા દિવસ માગશર વદિ (ગુજરાતી) કાર્તિક વદિ ૧૦ મહાવીર પ્રભુને વિહાર (૧) સુધર્માસ્વામી (વીર–પટેધર) પિતાના શિષ્ય જંબૂને કહે છે. ૧ (હે જંબૂ!) મેં જેમ સાંભળ્યું છે તેમ કહું છું કે શ્રમણ ભગવાને દીક્ષા લઈને હેમન્ત ત્રઋતુમાં તરતજ વિહાર કર્યો હતો. ઈન્ડે એક દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ખભે મૂક્યું હતું. પરન્તુ ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં વાપરીશ. ભગવાન તો જીવિત પર્યન્ત પરીષહોને સહન કરનાર હતા, માત્ર બધા તીર્થકરાના ક૯પ (આચાર ) ને અનુસરી પ્રભુએ ઈન્દ્ર સમર્પિત વસ્ત્ર ધારણ કર્યું હતું. ૩ દીક્ષા લેતી વખતે ભગવાનના શરીરે લાગેલા સુધી ચૂર્ણાદિક યુગે ચાર મહિના સુધી ઘણું ભ્રમરાદિક જંતુઓ પ્રભુને વળગતા અને માંસ તથા લોહી ચૂસતા હતા. ૪ ભગવાને લગભગ ૧૩ માસ સુધી ઈન્દ્રદત્ત વસ્ત્ર ધારણ કર્યું હતું, પછી તે વસ્ત્ર છાંડીને વસ્ત્ર રહિત થયા હતા. ૫ ભગવાન સાવધાન થઈ, પુરૂષ પ્રમાણ માર્ગને ઈસમેનિથી બરાબર જઈ તપાસીને ચાલતા હતા. ૬ ભગવાન જ્યાં રહેતા ત્યાં બ્રહ્મચર્યમાં સુદ્રઢ રહેતા અને સદા વૈરાગ્ય ભા. વિત છતાં ધર્મધ્યાન યાતા હતા. ૭ ભગવાન ગૃહસ્થા સાથે હળવું મળવું ઈડીને ધ્યાન નિમગ્ન રહેતાં સરલ સ્વભાવી પ્રભુ એ રીતે વર્તતા હતા. ૮ ભગવાનને કોઈ વખાણુતા તો તેમની સાથે પણ કશું બેલતા નહીં અને કેાઈ પુન્ય હીન અનાર્યો અન્યથા વર્તતા તો તેમના પ્રત્યે કોપ કરતા નહીં સદાય સ્વભાવમાંજ ઝીલતા. પ્રભુની સહનશીલતા ખરેખર અદ્ભુત હતી. ૯ ભગવાન ગમે એવા કઠોર પરીષહને ધીરજથી સહતા તેમજ અનુકૂળ ઉપસર્ગ–પરીષહ પ્રસંગે પણ સાવધાન રહેતા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28