________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકારા.
સંસારમાં મારું આવવું થયું છે તે કાર્ય હું અવશ્ય પુરૂં કરીશ જ. એ વિષયમાં તમારાં અંત:કરણમાં લેશ પણ સંદેહને સ્થાન ન આપે. કદાચ એ સંશય તમારા મનના દ્વારમાં પ્રવેશ કરવા માંગે તોપણ એને બહાર હાંકી કાઢે. હમેશાં જે વિચારો હિતકર હોય તેને જ તમારા મનમંદિરમાં આવવા દે–તે પદાર્થને આદર્શ બનાવે કે જેની સિદ્ધિ તમે ચાહતા હે–તમને જે વિચારે અહિતકર લાગે તે વિચારોને તમારાં અંત:કરણમાંથી બહાર કાઢે, જે ભાવે તમને નિરાશાના સમુદ્રમાં ડુબાડે તે બધાને દેશનિકાલ કરો. ટુંકામાં જે જે પદાર્થ અસફલતા અને દુઃખની સૂચના કરે છે તે પદાર્થ માત્રને તમારી પાસે કદિ પણ ન આવવા દે.
- તમે ગમે તે કામ કરે, ગમે તેવા થવા ઈચ્છતા હો, પરંતુ તે બધાના સંબંધમાં આશાપૂર્ણ શુભ ભાવનાઓજ રાખે. એમ કરવાથી તમને તમારી કાર્ય શકિત વધતી જતી જણાશે અને સાથેસાથે એ પણુ જણાશે કે તમે પોતે સુધરતા જાઓ છે. એક વખત તમારા મનમંદિરમાં આનંદી, સોભાગ્યશાલી અને શુભ ચિત્રો જોવાની તમને ટેવ પડી જશે તે પછી એના વિરૂદ્ધ પરિણામવાળી ટેવ પાડવાનું કામ તમને મુશ્કેલી ભરેલું લાગશે. જે આપણું બાળકે ઉકત પ્રકારની ટેવ પાડવા માંડે તે નિશ્ચયપૂર્વક કહી શકાય કે આપણું સભ્યતામાં મહા વિલ. ક્ષણ પરિવર્તન થઈ જાય અને આપણા જીવનની મહતામાં અપૂર્વ વૃદ્ધિ થઈ જાય. આપણે આપણું મનને એ રીતે સંકૃત બનાવશું એટલે પછી આપણામાં એક એવી શક્તિ આવશે કે જે વડે આપણે આપણું શાંતિ, સુખ અને સફલતાને લૂંટી જનાર શત્રુઓ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકશું.
શું તમે સંસાર વ્યવહારમાં પ્રવેશ કરવા માટે પૈસાની ઇચ્છા કરે છે ? હું કહું છું કે તમે સંસારમાં પ્રવેશ કર્યા પહેલાં મન વચન કાયાથી એટલું વિચારી લો કે મારું ભવિષ્ય પ્રકાશમાન થશે, હું ઉન્નતિશાળી અને સુખી થઈશ, મને સફળતા અને વિજય પ્રાપ્ત થશે વિગેરે સર્વ પ્રકારની આનંદદાયક સામગ્રી મને પ્રાપ્ત થશે બસ, સૌથી પહેલાં એ દિવ્ય વિચારરૂપી પુંજી લઈને સંસારપ્રવેશ કરે અને પછી એનાં મીઠાં ફળ ચાખો.
અનેક મનુષ્ય પોતાની ઈચ્છાઓને, પિતાના આશામય તરંગોને જાવત્યમાન રાખવાને બદલે તેને નબળાં બનાવી દે છે. તેઓ એટલું નથી જાણતા કે આપણી અભિલાષાઓની સિદ્ધિને અર્થે આપણે જેટલે દહભાવ, અવિચલ નિશ્ચય રાખશું તેટલી જ આપણે તેની સિદ્ધિ કરી શકહ્યું. તેઓ એ વાત નથી જાણતા કે આપણી આશાઓને જીવતી જાગતી રાખવાના પ્રયત્ન કરતા રહેવાથી જ આપણે તેને પ્રત્યક્ષ કરવાનું બલ પ્રાપ્ત કરી શકશું.
કઈ પણ વસ્તુ એવી નથી કે તેની સિદ્ધિને સમય બહુ દૂર લાગતો હોય તે આપણને અસંગત લાગતી હોય તથા એને માર્ગ આપણને અંધકારમય લાગતા
For Private And Personal Use Only