Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૈવી પ્રા. રી હાય, પરંતુ જો આપણે મન વચન કાયાથી તેને પ્રત્યક્ષ કરવા માટે પ્રયત્ન કરીએ તેા ધીમે ધીમે આપણે જરૂર તેનીસિદ્ધિ કરી શકીશુ. અહિં આગળ એક વાત ખાસ ભારપૂર્વક જણાવવાની જરૂર છે કે આપણે કેવળ અભિલાષા જ કરતા રહેતું અને તેની સિદ્ધિ માટે કાંઈ પણ પ્રયત્ન અથવા પરિશ્રમ નહિ કરીએ તે જલતરંગની માફક તેનુ' ઉત્થાન અને પતન મનમાં ને મનમાં જ થશે. અભિલાષા ત્યારે જ લદાયી બને છે કે જ્યારે તેને હૃઢ નિશ્ચયમાં પરિણુત કરવામાં આવે છે. અભિલાષાનુ દૃઢ નિશ્ચયમાં મિલન થવાથી ઉત્પાદક શકિતના પ્રાદુર્ભાવ થાય છે. લની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે અભિલાષા અને હૃઢ નિશ્ચય અન્ને ભેગાં મળીને કામ કરે છે. આપણે હમેશાં આપણા વિચારા, મનાભાવેા અને આદના ગુણ પ્રકૃતિ અનુસાર આપણી કાર્યોત્પાદક શકિતમાં વધારા ઘટાડો કરીએ છીએ. જે આપણે હુંમેશાં પૂર્ણતાના આદેશ આપણી સમક્ષ રાખીએ, જો આપણે હમેશાં એટલુ સમજતા રહીએ કે આપણે સર્વ શિકતમાન પરમાત્માના અંશરૂપહેાવાથી આપણે પૂર્ણ છીએ તે આપણને એ સ્વાસ્થ્યકર શકિત પ્રાપ્ત થશે કે જે આપણી રોગ સબંધી ભાવનાઓને એકદમ શથિલ મનાવી દેશે. ઘણા મનુષ્યે એમ કહ્યા કરે છે કે ભાઇ, હવે તે અમે થાકી ગયા, કામ કરવાને નાલાયક થઇ ગયા, હવે તે અમને પરમાત્મા સંભાળી લે તે સારૂં. તે એવા રાદણાં રાવે છે કે અમે ઘણા કમનસીબ છીએ, અમારૂં નસીબ ફુટી ગયું છે, દૈવ અમારી વિરૂદ્ધ છે, અમે દીન છીએ, ગરીબ છીએ, અમે તનતોડ મહેનત કરી, ઉન્નત થવા ઇચ્છયું પણ ભાગ્યે અમને જરાપણુ મદદ ન કરી. પરંતુ તે બિચારા એટલુ નથી જાણતા હેાતા કે એ જાતના અંધકારમય, નિરાશાજનક વિચારા કરવાથી, એવી જાતનાં રાદણાં રાવાથી આપણે આપણા હાથે જ આપણા ભાગ્યને ફ્રેાડીએ છીએ અને ઉન્નતિરૂપી કૌમુદીને કાળાં વાદળાંમાં ઢાંકી દઈએ છીએ. તેએ એમ નથી સમજતા કે એ જાતના કુવિચાર। આપણી શાંતિ, સુખ અને વિજયના કટ્ટા શત્રુ છે. તે એ વાત ભૂલી જાય છે કે એ જાતના વિચારાને મનમાંથી દેશ નિકાલ કરવા એજ મગળ છે. આથી તે તે પેાતાને હાથે જ પાતાના પગપર કુઠારાઘાત કરે છે. એક ક્ષણવાર પણ આપણે એવા વિચારાને મનમાં સ્થાન ન આપવું કે આપણે માંદા છીએ–નમળા છીએ. કેમકે એવા વિચારાથી રાગને શિરપર આક્રમણુ કરવામાં મદદ મળે છે. આપણે સઘળા આપણા વિચારના જ ફળરૂપ છીએ. ઉચ્ચતા, મહાનતા, પવિત્રતાના વિચારાથી આપણામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ઉંચે લઇ જનારી શક્તિ મળે છે અને ઉંચા દરજ્જાનું સાહસ પ્રાપ્ત થાય છે. ચાલુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28