________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
દવી પ્રા . '
૨૫૯ એમ ઇચ્છતા હોઈએ કે આપણે હમેશાં સુંદર બની રહીએ, આપણુ મુખમંડળ ઉપર સન્દર્યનો જ દિવ્ય પ્રકાશ ઝળક્યા કરે તે આપણે આપણુ આત્માને હમેશાં સેન્દ્રયના મીઠા સરોવરમાં સુખ સ્નાન કરાવવું જોઈએ.
આત્મામાં રમણ કરવાને–આદર્શ પર સ્થિર રહેવાનો એ શું છે ફાયદે છે કે તેનાથી શારીરિક, માનસિક અને નૈતિક અપૂર્ણતાઓ નષ્ટ થઈ જાય છે. એવી પૂર્ણ સ્થિતિમાં એવું કદિપણ નથી બની શકતું કે આપણે વૃદ્ધાવસ્થા દેખીએ, કેમકે વૃદ્ધાવસ્થા એ અપૂર્ણતાનું જ પરિણામ છે, અને આદર્શથી એ બલાઓ હજાર ગાઉ દૂર રહે છે.
આદર્શમાં–મને રથસુષ્ટિમાં દરેક પદાર્થ સુન્દર રહે છે. ક્ષય અને કુરૂપતાને માટે ત્યાં સ્થાન નથી. આદર્શ પર સ્થિર રહેવાની ટેવથી આપણને મોટી સહાયતા મળે છે, કેમકે એ આપણું સમક્ષ પૂર્ણતાને સાક્ષાત્ નમુને રાખે છે. એ પવિત્રતા અને પૂર્ણતા તરફ આપણે વિશ્વાસ વધારે છે, આપણું શ્રદ્ધાને દત બનાવે છે, કેમકે આપણે આપણી મનોરથસુષ્ટિમાં સત્યના આભાસને જોતા રહીએ છીએ અને તે વિષયમાં આપણને એવું ભાન રહ્યા કરે છે કે એ સત્ય કોઈને કઈ દિવસ આપણને અવશ્ય પ્રાપ્ત થવાનું જ.
- જે પુરૂષની જેવા થવાની તમે ઈચછા રાખતા હો તેને આદર્શ હમેશાં તમારી સમક્ષ રાખે, તમારો આદર્શ એ બનાવી લે કે તમારામાં પૂર્ણતા અને કાર્યશક્તિ ઘણું વિલક્ષણતાથી ભરેલી છે. તમારા મનમાંથી રોગ વિગેરે ન્યૂનતાએના વિચારોને હાંકી કાઢે. કદિ પણ તમારા મનના દ્વારમાં નિર્મલતા, ન્યૂનતા અને અવિજયના વિચારોને પ્રવેશ ન કરવા દો. હમેશાં એ આદર્શ કરવાનો મન વચન કાયાથી પ્રયત્ન કરે, જરૂર તમને એ પ્રયત્ન સફલતા પ્રાપ્ત કરવામાં સહાયતા કરશે..
જુઓ ! આશાજનક વિચારમાં કેટલી બધી વિલક્ષણ શકિત ભરેલી છે? હાલા વાચકો ! જરા એને અનુભવ તો કરો. તમે એ વિચાર મજબુત કરી લે કે મારી અભિલાષાઓ પૂર્ણ થશે, મારા મનોરથ સિદ્ધ થશે, મારા સુખસ્વપ્ન સાચાં પડશે, મને વિજય અને સફળતા પ્રાપ્ત થશે. અવિજય અને અસફલતા અમારી પાસે પણ નહિ આવે, મારે માટે જે કાંઈ થશે તે સારૂં જ થશે, ખરાબ કદિ પણ નહિ થાય અને પછી જુઓ કે એ જાતના દિવ્ય અને આશામય વિચા. રોને તમારી શારીરિક, માનસિક, આધ્યાત્મિક તથા સંસારિક ઉન્નતિ પર કેટલે બધા દિવ્ય પ્રભાવ પડે છે. હું તે ખાતરીપૂર્વક કહું છું કે એ વિચારોને ટેવના રૂપમાં પરિણત કરવાથી મનુષ્યની જેટલી ઉન્નતિ થાય છે, તેટલી કે બીજી વસ્તુથી થતી નથી. - તમે તમારાં અંત:કરણમાં એટલે વિશ્વાસ જમાવી છે કે જે કાર્ય માટે આ
For Private And Personal Use Only