Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માલ્યાનંદ પ્રકાશ. એ દેવી ઇચ્છા. ( વિઠ્ઠલદાસ મૂ. શાહ બી. એ. ) આપણા હૃદયમાં જે આશાપૂર્ણ તરંગે ઉભા થયા કરે છે, આપણું આત્મામાં જે મહત્વકાંક્ષાઓનો જન્મ થયા કરે છે, આપણું મનમાં જે દિવ્ય ભાવનાઓને ઉદય થયા કરે છે તે સર્વ શું શશશ્ચંગની માફક અસત્ય અને વ્યર્થ છે ? નહિ જ. તે સર્વ જીવનપ્રદ છે, સત્ય છે, અત્યંત પ્રબલ છે, પ્રભાત્પાદક છે, આપણું શક્યતાઓની સૂચક અને આપણું ઉદેશની ઉચ્ચતાની આપક છે. આપણું કાર્ય કરવાની શકિતના પરિમાણની દ્યોતક છે. જે વસ્તુની આપણે ચાહના કરીએ છીએ અને જેની સિદ્ધિ માટે આપણે અંતઃકરણપૂર્વક અભિલાષાઓ કરીએ છીએ તેની આપણને અવશ્ય પ્રાપ્તિ થાય છે જ. જે આદર્શ આપણે સાચા અંત:કરણથી બનાવ્યો હોય છે, મન વચન અને કાયાને એક કરીને જે આદર્શની સૃષ્ટિ કરી હોય છે તે જરૂર આપણું સામે સત્યરૂપે પ્રકટ થાય છે જ. જ્યારે આપણે કઈ પદાર્થની અભિલાષા કરવા લાગીએ છીએ, જ્યારે આપણે મન વચન કાયાથી તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્નવાન બનવાના વિચાર કરીએ છીએ, ત્યારથી જ આપણે એ પદાર્થની સાથે આપણે સંબંધ જોડવાની શરૂઆત કરીએ છીએ. તેની સિદ્ધિને અર્થે આપણું અંત:કરણ જેટલું ઉત્સુક હોય છે આપણું આત્મિક ભાવનાઓ જેટલી સુદ્રઢ હોય છે તેટલેજ સુદ્રઢ સંબંધ આપણે તેની સાથે થાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે આપણે જીવનની સ્થલ બાજુ ઉપર વિશેષ આધાર રાખીએ છીએ, અને જીવનનાં આદર્શ તરફ યોગ્ય લક્ષ આપતા નથી, એને લઈને જ આપણે જોઈએ તેવી સફળતા મેળવી શકતા નથી. પૂર્ણ વિજયથી આપણુ અંત:કરણને ગદ્દગદ્દ કરી શકતા નથી, વિજયના ડ કે વગાડીને સંસારને આશ્ચર્યમુગ્ધ નથી કરી શકતા. પરંતુ જ્યારે આપણે મન વચન કાયાથી અમુક આદર્શ પર સ્થિત રહેતાં શીખશુ, જે આપણું ધ્યેય છે અને જેને આપણે સત્યરૂપે પ્રકટ કરવા ઇચ્છીએ છીએ ત્યારે આપણે અવશ્યમેવ સફળતા પ્રાપ્ત કરશું. જે આપણે એમ ઈચ્છતા હોઈએ કે આપણે હમેશાં નવજુવાન જ બની રહીએ, આપણાં શરીરમાં નવાવનનું જ લેહી હમેશાં વહ્યા કરે, વૃદ્ધાવસ્થાથી આપણું શરીર જીણું શીર્ણ ન થઈ જાય તો આપણે હમેશાં આપણું મનને વનના સુખદ વિચારોના આનંદ સમુદ્રમાં મગ્ન રાખવું જોઈએ. જે આપણે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28