Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માન પ્રકાશ. શારીરિક શિક્ષા કરવાથી થતું નુકશાન. શિક્ષામાં ભય રહે છે. આજે આપણી પ્રજાને ભયભીત થયેલી જોઈએ છીએ, તેનું એક કારણ આપણું શિક્ષા પદ્ધતિ છે. શિક્ષા કરવાથી ભયની વૃત્તિને પોષણ મળે છે, તેનાથી માણસ ડરપોક ને ગુલામ બને છે. બાળકના કમળ મગજ ઉપર શિક્ષાથી ભારે ભયંકર અસર થાય છે. શિક્ષાને ભય તેની આંખ આગળ નિરંતર ખડો રહેવાથી વિદ્યાર્થીમાં તેજ અને બળ આવી શકતા નથી તેથી તેવી શિક્ષા કરવાનું સદંતર તજી દેવું જોઈએ. વિધાથી વર્ગે લક્ષ્યમાં રાખવા યોગ્ય હિત સૂચનાઓ. ધર્મો રક્ષતિ રક્ષિત – ૧, યત્નથી સ્વધર્મનું સારી રીતે રક્ષણ-પાલન કરવાથી, તે સુરક્ષિત ધર્મ આપણું રક્ષણ-પાલન કરે છે. એમ સમજી તેની ઉપેક્ષા ન કરવી. ૨, ધર્મના પસાથે ઉંચી પદવી (માનવ ભવાદિક દુર્લભ સામગ્રી) પામ્યા છતાં જે એ ઉપગારી ધર્મની અવગણના-ઉપેક્ષા કરવામાં આવશે તે દામને વસં કરનાર એવા એ સ્વામીદ્રોહાનું શ્રેયસ-કલયાણ શી રીતે થઈ શકશે? ૩, સર્વ ધર્મ કરતાં પ્રધાન ધર્મ સર્વજ્ઞાત કહ્યો છે તેને સારી રીતે સમજી શ્રદ્ધા સહિત તેનું સેવન કરનાર અવશ્ય સુખી થઈ શકે છે. ૪, સર્વજ્ઞોકત ચિન્તામણી રત્ન સમાન સુદુર્લભ ધર્મ-રત્નની પ્રાપ્તિ જેવા તેવાને થઈ શકતી નથી. પાત્રતાવંતને તેની પ્રાપ્તિ થઈ શકે છે અને પાત્રતાવંત તેની સાર્થકતા કરી શકે છે. પ, પાત્રતા વગર તેની સાર્થક્તા થઈ શકતી નથી. દ, ગંભીરતા-નિરોગતા–સેમ્યતા, જનપ્રિયતા, લજજા, દયા, ગુરાગ, વિનય, કૃતજ્ઞતા, પરોપકાર, વ્યવહાર, કુશળતા વિગેરે ગુણેના અભ્યાસથી તેવી પાત્રતા આવે છે. ૭, સુપાત્રમાં કરેલ યત્ન સફળતાને પામે છે. વિદ્યાર્થીઓમાં કુટેવ દાખલ ન થવા દેવા માટે – શાળાના સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું ઘટે છે કે નબળી ચાલના વિદ્યાથઓના સંસર્ગ દોષથી બીજા કઈક સારા લેખાતા વિદ્યાથીઓ પણ દૂષિત બની જાય છે. સ્વતંત્ર શાળાઓ કે જ્યાં વિદ્યાથીઓ છૂટથી ગમે ત્યાં હરે ફરે છે અથવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28