________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શિક્ષણના વહેમે ( સગ્રહીત )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાર્થી વિભાગ વાચન.
શિક્ષણના વહેમો ( સંગ્રહીત )
પાઠવનાર—સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી ( સિદ્ધક્ષેત્ર .
સ્પ
૧ આપણા સામાન્ય ખ્યાલ એવા છે કે આજે જે વિદ્યાથી આને સમુદાય શિક્ષણ-કેળવણી લઇ રહ્યો છે તે કેવળ માત પિતાદિકના દબાણને લીધેજ અથવા શિક્ષકની ધાકના પરિણામેજ છે એ આપણી માન્યતા ભૂલ ભરેલી છે.
૨ આ વાત સાચી છે કે આજે આપણે વિદ્યાથી ઓને જે શિખવી રહ્યા છીએ તે બધું મેાટે ભાગ વિદ્યાથી દેખાણુ તથા ભય કે લાલચને વશ થઈનેજ શિખે છે. આનુ કારણ એ નથી કે વિદ્યાથી શિખવાને નથીજ ઈચ્છતા અથવા તે અભ્યાસ તરફ તેને અરૂચિજ છે, પરન્તુ ખરી વાત એ છે કે આપણી શિક્ષણ પદ્ધત્તિ એટલી બધી નિરસ, અશાસ્ત્રીય અને અર્થહીન થઇ પડી છે કે વિદ્યાર્થી તેની સામે કંટાળા બતાવી રહેલ છે. આના આપણે ઉલટા અર્થ લઇ એસીએ એજ ભ્રમ છે.
For Private And Personal Use Only
૩ વિદ્યાથી ભણવા ચાહે છે પણ આપણે તેની ખરી જીજ્ઞાસા સમજી શકતા નથી, આપણે તેની જિજ્ઞાસાને સ ંતાષી શકતા નથી, આપણે તેને દેરી શકતા નથી. આપણે આપણી શિક્ષણ-પદ્ધતિમાં ઘણેાજ ફેરફાર કરી નાંખીએ, આપણે તેની જિજ્ઞાસા શેમાં છે ? તે શેાધી કાઢીએ-જિજ્ઞાસાનુ પુરૂ પ્રતિબિંબ પડે તેવા સાધના યેાજીએ અને તેની જિજ્ઞાસાને તૃપ્તિ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણુ કરીએ, તેને જે વિષયનું જ્ઞાન લેવાની ભૂખ હાય તેનું જ જ્ઞાન તેને આપીએ, તેના સ્વભાવને પ્રતિકૂળ હાય નુકસાન કરે તેવી લાગતી વસ્તુ શિખવવાની છેાડી દઇએ અને વિદ્યાર્થી કયા વિષયમાં ખાસ રૂચિ ધરાવે છે તે જાણી લઇને તેમાં તેને પ્રવીણ બનાવવામાં આપણે મદદ કરીએ તે વિદ્યાર્થીની સ્થિતિ-શકિતના આપણને સાચે અનુભવ મળી શકે ખરા.