________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આભાન પ્રકાશ.
ખરી ભેટ. તમારા શત્રુને આપવા લાયક ઉમદા ભેટ ક્ષમા છે. તમારાવિરેાધીને આપવા લાયક પરમ ભેટ સહિષ્ણુતા છે, તમારા મિત્રને આપવા લાયક ભેટ તમારું હૃદય છે. તમારા બાળકને આપવા લાયક ભેટ સારૂં દષ્ટાંતરૂપ જીવન છે. પિતાને આપવા લાયક ભેટ તેમનું સન્માન છે. તમારી માતાને આપવા લાયક ભેટ તમારું સારું ચારિત્ર છે, કે જેને લઈને છે તમારે વિષે ગર્વ લઈ શકે. તમને પિતાને આપવા લાયક ભેટ સ્વમાન છે. સર્વ મનુષ્યોને આપવા લાયક ભેટ ઉદારતા છે. કઈ વસ્તુની મનુષ્ય બીજાને ભેટ આપે છે તે બીન મહત્વનું છે, પણ તેવા કેવા-હૃદય ભાવથી આપે છે તે જ મહત્વનું છે. આપણી દરેક ભેટ પાછળ આપણું હૃદય હેવું જોઈએ.
વિશ્વપ્રકાસ ત્રીજું વર્ષ અંક ૧ પા. ૨૫. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%
વર્તમાન સમાચાર.
શ્રી પાલીતાણ શ્રી ચવિજયજી જૈન ગુરૂકુળમાં “શેઠ કેશરીચંદ ભાણાભાઈ
વિઘાથીભવન ખુલ્લું મુકવાને ભવ્ય મેળાવડાઆ સંસ્થામાં નવા બંધાયેલા મકાને પૈકી ઉપરોક્ત મકાન પાલીતાણાના નામદાર ઠાકર સાહેબના હાથથી ખુલ્લું મુકવાને ભવ્ય મેળાવડ તા. ૧૩-૫-૧૯૨૫ વૈશાક શુદ ૫ સોમવારના રોજ સાંઝના છ વાગે કરવામાં આવ્યો હતો. ગુરૂકુળને ધ્વજા, પતાકા વગેરેથી શણગારવામાં આવ્યું હતું. પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ ઉપરાંત ગોંડલના પ્રીન્સ, ધરમપુરના પ્રીન્સ, દીવાન સાહેબ, નારણદાસભાઈ ગામી સાહેબ, શેઠ માણેકલાલભાઈ મનસુખભાઇ, શેઠ હીરાલાલ અમૃતલાલ, પાલીતાણાના નગરશેઠ વનમાળીદાસ તથા આ સંસ્થાની મુંબઈ, ભાવનગર તથા પાલીતાણાની કમીટીના સભ્યો, યાત્રાળુઓ, પાલીતાણાના શહેરીઓ વગેરે હાજર હતા. પ્રથમ મંગલાચરણ થયા બાદ, આમંત્રણ પત્રિકાનું વાંચન, સ્વાગતનું ગીત ગાયા બાદ એ સંસ્થાના જનરલ કમીટીના પ્રમુખ શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરીએ સ્થાપનાથી આજસુધીને રીપોર્ટ ૨જા, કર્યો હતો. ત્યારબાદ ગાંધી વલભદાસ ત્રિભુવનદાસે શેઠ કેશરીચંદ ભાણાભાઈને ટુંક પરિચય બતાવતાં નામદાર ઠાકોર સાહેબને વિદ્યાર્થી ભુવન ખુલ્લું મુક્યા અને શેઠશ્રીનો ફેટે ખુલ્લું મુકવા વિનંતિ કરી હતી. મકાન ખુલ્લું મુકવાની ક્રિયા થઈ રહ્યા બાદ વિદ્યાર્થીઓએ કસરતના પ્રત્યે કરી બતાવ્યા હતા. ત્યારબાદ શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલે ભાવનગર કમીટીની આ સંસ્થા પ્રત્યે જાતિ સેવાની પ્રશંસા કરતાં, શેઠ ગુલાબચંદ આણંદજી કે જે સ્થાનિક કમીટીના પ્રમુખ છે તેમને પરિચય કરાવતાં શેઠ ગુલાબચંદ આણંદજી તરફથી વિદ્યાર્થીઓને ભેટ આપવા તૈયાર કરાવેલ રૂપાના મેડલ તથા સંસ્થા તરફથી ધાર્મિક પુસ્તકે વિદ્યાર્થીઓને એનાયત કરવા નામદાર ઠાકોર સાહેબને વિનંતિ કરી હતી. તે એનાયત થયા બાદ નામદાર ઠાકોર સાહેબ સમાચિત ભાષણ કર્યું હતું. ત્યારબાદ શેઠ ગુલાબચંદ આણંદજીએ નામદાર સાહેબ, મહે
For Private And Personal Use Only