Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શ્રી આત્માનંદ પ્રકાશ. વીરપ્રભુની તપશ્ચર્યા. (૪) ૧ શરીરે નિગી છતાં ભગવાન મિતાહારી રહેતા હતા અને કદાચ કે આગંતુક રોગ ઉપજતા તે પ્રભુ તેને પ્રતિકાર ( ઇલાજ ) કરવા નહીં ચાહતા. ૨ વળી શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, તેલ મર્દન, સ્નાન, ચંપી ને દાતણ પણ નહીં કરતા. ( ૩ ઈન્દ્રિયોના વિષયેથી વિરક્ત થઈ ભગવાન અપભાષી થયા થકા (મન પણે) વિચરતા હતા. ૪ ભગવાન શીયાળામાં છાંયડામાં બેસીને ધ્યાન કરતા અને ઉનાળામાં ઉત્કટક આસને તડકામાં બેસી તાપ સહન કરતા. ૫ શરીર નિર્વાહાથે ભગવાન લખા ભાત, મંથુ અને અડદને આહાર કરતા; આઠ મહિના સુધી એ ત્રણ ચીજો વાપરી ભગવાને ચલાવ્યું હતું. ૬ વળી પંદર પંદર દિવસ સુધી, મહિના મહિના સુધી, બે બે મહિના, ને છ છ મહિના સુધી દિનરાત અન્નપાણી વગર ઉપષિતપણે, નિરીહ થઈ, ભગવાન વિચરતા હતા. ૭ અને અન્ન પણ ઠરી ગયેલ ત્રીજે ત્રીજે, ચોથે ચોથે, કે પાંચમે પાંચમે દિવસે વાપરતા. ૮ તત્ત્વજ્ઞ ભગવાન પોતે પાપ નહીં કરતા બીજા પાસે પાપ નહીં કરાવતા અને પાપ કરનારને રૂડું નહીં માનતા. ૯ ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલો નિર્દોષ આહાર યાચી લઈને, સમભાવે તે આહાર વાપરતા. ૧૦ ભિક્ષા લેવા જતાં, ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વિગેરે પંખીઓ જમીન ઉપર રહીને પોતાનો આહાર લેતા જે નજરે પડતા તો ભગવાન તેમને કશી પણ અડચણ નહીં પાડતા થકા યતનાથી ચાલ્યા જતા હતા. ૧૧ તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી ચાંડાલ, માજ૨ કે કૂતરાને કંઈ મળતું દેખી, તેમને વિન નહીં પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહીં ધરતા થકા ધીમે ધીમે ચાલ્યા જતા હતા. ૧૨ વળી આહાર પણ સ્નિગ્ધ કે શુષ્ક કે ઠરી ગયેલે રાંધેલા અડદનો કે જૂના ધાન્યને કે જવ વિગેરે નીરસ ધાન્યનો જેવો મળી આવતો તેવો શાન્તભાવે વાપરતા. અગર નહીં મળતે તે પણ શાન્તભાવે રહેતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28