Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીરનું સન્યસ્ત જીવન. ૨૪૭ ૨ ભગવાન દુર્ગમ્ય એવા લાટ દેશના ઉજભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને ભાગમાં જઈ વિચર્યા હતા, ત્યાં તેમને રહેવાને ઘણું હલકી જગે મળતી તેમજ પીઠ ફલકાદિક આસન પણ ઘણું હલકા મળતા. ૩ લાટ દેશમાં તે ભગવાનને ઘણું ભારે ઉપસર્ગો થયા, ત્યાંના અજ્ઞાન લોકો પ્રભુને સંતાપતા. ભજન ૫ણું લખું મળતું તથા કુતરાઓ આવી પ્રભુ ઉપર પડતા ને કરડતા. ૪ એવે વખતે બહુ થોડા જ લોકો તે કૂતરાઓને કરડતાં નિવારતા. ઘણું લોકો તો ઉલટા ભગવાનને મારતા થકા કૂતરાઓને છુછુ કરી તેમના તરફ કરડવા મામલાવતા. ૫ આવા લોકોમાં ભગવાન ઘણે વખત વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોકો લૂખું ખાતા તેથી તેઓ વધારે કપીલા હેવાથી સાધુને દેખી કૂતરાઓ વડે તેમને એટલો બધો ઉપદ્રવ કરતા કે ત્યાં (બધધમી) ભિક્ષુકો ત્યાંના ભોમિયા છતાં એક મોટી લાઠી વિ. હાથમાં પકડીને ફરતા. તેમ છતાં પણ કૂતરા તેમની પુંઠ પકડતા તથા તેમને કરડી ખાતા. એ રીતે લાટ દેશ વિહાર કરવાને ઘણે વિકટ છતાં વીરપ્રભુએ શરીરની મમતા તજી, કર્મ નિર્જરા અથે નીચજનનાં કડવાં વચને સહન કર્યા હતાં. ૬ એ રીતે જેમ બળવાન હાથી સંગ્રામના મોખરે પહોંચી જય મેળવી પરાક્રમ બતાવે તેમ વીર પ્રભુ તે વિકટ ઉપસર્ગોના પારગામી થયા. ૭ કોઈ સ્થળે પ્રભુ ગામના પાદરે જતા કે ત્યાંના અનાર્ય લોકો સામા આવી તેમને મારતા અને બોલતા કે “અહીંથી હૂર જતો રહે.” ૮ ઘણી વખતે લાટ દેશમાં લોકો લાકડીથી, મૂઠથી, ભાલાની અણીથી, પત્થરથી કે હાડકાના ખપરથી પ્રભુને મારી મારીને પોકારે પાડતા હતા. ૯ કઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગ કરી માંસ કાપી લેતા, અથવા તેમની ઉપર ધૂળ વરસાવતા, અથવા તેમને ઉંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે પાડતા. પરન્તુ નિસ્પૃહી ભગવાન દેહ મમતા તજી તે સઘળું સહન કરતા હતા. ૧૦ જેમ શર્યવંત પુરૂષ સંગ્રામના મેબરે રહ્યો થકે કોઈથી પાછો હઠે નહીં તેમ પ્રબળ સત્વવત પ્રભુ એ ઉપસર્ગોથી પાછા નહીં હઠતા તે સઘળા ઉપસર્ગોને સહન કરતા થકા વિચરતા હતા. આવી રીતે નિસ્પૃહી પ્રભુએ સંયમનું પાલન કર્યું છે તેવી રીતે અન્ય મુમુક્ષુઓએ પણ વર્તવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28