Book Title: Atmajyoti Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭) ગ્રંથના સંકલન તેમજ સંપાદાન કર્તા, સહાયક કર્તાનો અભા૨: સુદીર્ઘ વિચારવંત, ઊંડા આત્માર્થી બા.બ્ર. શોભનાબેન જે. શાહ કે જેમનું સમગ્ર જીવન દેવ-ગુરુ-શાસ્ત્રની ધર્મપ્રભાવનામાં સંલગ્ન છે તેઓશ્રી દ્વારા ‘આત્મજ્યોતિ ’ પુસ્તકનું સંકલન અને સંપાદન થયેલ છે. તેમણે અથાગ પરિશ્રમ લઈ આ કાર્ય પૂર્ણ કરેલ છે તે બદલ સંસ્થા તેમની ખૂબ ખૂબ ઋણી છે. આ સંકલનને ઝીણવટતા પૂર્વક તપાસનાર તેમજ સમગ્ર પુસ્તકનું Proof Reading કરનાર, તદ્ઉપરાંત પુસ્તક પ્રકાશનનું કઠિન કાર્ય હોવા છતાં ખૂબ જ ઉત્સાહિત ચિત્તથી નિષ્પન્ન કરનાર, અનન્ય ગુરુ ભક્ત, આત્માર્થી ચેતનભાઈ સી. મહેતા દ્વારા પૂર્ણ થયેલ હોઈ સંસ્થા તેમની આભારી છે. તેર ગાથા ઉપર પૂ. ભાઈશ્રીના સેંકડો વખત થયેલા પ્રવચનોમાંથી કુલ પચાસ કેસેટ અક્ષરસઃ ઉતારવામાં આવેલ. આ કેસેટને અક્ષ૨સઃ લખવામાં જેમનો અમુલ્ય ફાળો મળ્યો છે તેવા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી, દેવશીભાઈ ચાવડા, ચેતનભાઈ મહેતા, ઈન્દુબેન જૈન, શૈલાબેન બોઘાણી, હંસાબેન ઝવેરી તેમજ બ્ર. દર્શનાબેન વારિયા. ઉપરોક્ત સર્વે આત્માર્થી ભાઈઓબહેનોનો વિના મૂલ્યે જે અમૂલ્ય સહયોગ સંસ્થાને મળ્યો છે તે બદલ સંસ્થા બધા પ્રત્યે ઋણી છે. અને આપ સર્વે પ્રત્યે ખૂબ ખૂબ આભાર દર્શાવે છે. (૮) પુસ્તક પ્રકાશનમાં સહાયક દાતાઓઃ- પૂ. લાલચંદભાઈના સમયસાર ગાથા ૧૩ ઉપરના પ્રવચનોના પ્રકાશન અર્થે મુંબઈ નિવાસી આત્માર્થી શ્રી નિરૂપમાબેન કુમુદચંદ્ર સુતરીયા તરફથી રૂા. ૫૧,૦૦૦ ચિ. સ્વ. શિલ્પાબેનના કલ્યાણકા૨ી માર્ગની પ્રાપ્તિના શ્રેયાર્થે તથા ભીવંડી નિવાસી આત્માર્થી ઝવેરચંદભાઈ શામજી ગડ્ડા તરફથી તેમજ પ્રેમચંદભાઈ લંડનવાળા તરફથી સ્વ. વિજ્યાબેન ઝવેરચંદભાઈના આત્મોન્નતિના શ્રેયાર્થે રૂા. ૪૧,૦૦૦ સંસ્થાને મળેલા છે. આ બન્ને દાતાઓ તરફથી સંસ્થાને ઉદાર હૃદયે જે દાનરાશિ પ્રાપ્ત થઈ તેમજ અન્ય દાતાઓ તરફથી પણ આ પુસ્તક પ્રકાશન નિમિત્તે જે દાનરાશિ પ્રાપ્ત થઈ છે તે સર્વે પ્રત્યે સંસ્થા આભાર વ્યક્ત કરે છે. (૯) આવકાર્ય: શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ પાંચમું પુષ્પ છે-‘આત્મજ્યોતિ.' અમારા અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી સુંદર સહયોગ-પ્રાપ્ત થયેલ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 347