Book Title: Atmajyoti
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મુમુક્ષુ જીવોને પ્રશ્ન છે કે સમ્યકદર્શન કેમ થતું નથી ? તેણે ક્યાંકને ક્યાંક કર્તાપણું ઉભું રાખ્યું છે માટે સમ્યફદર્શન થતું નથી. અકર્તબુદ્ધિ એ જ વીતરાગતા ઉત્પન્ન થાય છે. કર્તબુદ્ધિનો મૂળમાંથી પરિહાર કરાવનાર આ શાસ્ત્ર છે. નવ તત્ત્વના ભેદ ઉપરથી દષ્ટિને તેમજ જ્ઞાન બન્નેને સંકેલી લે. લાયક જીવ! શ્રીગુરુએ બતાવેલા ઉપાયને બરોબર સમજી લ્ય છે. નવ તત્ત્વોનું લક્ષ છોડી.એ શુદ્ધાત્માને જાણે ત્યારે નવ તત્ત્વોનું સાપેક્ષ જ્ઞાન પણ સહજ થઈ જાય છે. અના અગમ્ય માર્ગને ગમ્ય કરાવનાર ગ્રંથ છે. હે ! ભવ્ય પ્રાણી! તું એટલું નક્કી કર કે-ક્ષણિક ઉપાદાનમાં કર્તાપણું છે ત્યારે ત્રિકાળી ઉપાદાન નિષ્ક્રિય અકર્તારૂપ છે. બે પ્રકારના ઉપાદાન ખ્યાલમાં આવતાં અવશ્ય કર્તબુદ્ધિ છૂટે છે. જ્ઞાતા સ્વભાવમાં પદાર્પણ કરાવનાર આ મંગલ પ્રસાદી છે. પર્યાયને નિરપેક્ષ સ્વભાવથી જુએ છે ત્યારે પર્યાયનું બીજુ સાપેક્ષ પડખું છે તે પણ તેના ખ્યાલમાં છે. બન્ને ભાવોને સમજી તે જ્ઞાયક ઉપર ચાલ્યો જાય છે. સ્પષ્ટપણે અનુભવની વિધિ દર્શાવનાર આ પુષ્પ છે. આમાં સમ્યક્ પ્રકારે પાંચ લબ્ધિનો ઉપાડ થાય છે. નવ તત્ત્વો છે તે વ્યવહારનયથી પણ જાણવામાં આવે છે અને તે જ નવ તત્ત્વો છે તે ભુતાર્થનથી પણ જાણવામાં આવે છે. વ્યવહારનયથી જાણે તો તે સાપેક્ષ દેખાય છે. ભૂતાર્થનયથી જાણે તો તે નિરપેક્ષ દેખાય છે. જ્યાં નવ તત્ત્વોને નિરપેક્ષ જાણવા ગયો શું ને અકર્તા ઉપર આવ્યો શું? સમ્યક્દર્શનની સાથે સમ્યકજ્ઞાન થાય છે તેમાં નિરપેક્ષ સાપેક્ષનું જ્ઞાન એક સાથે થાય છે. જૈન દર્શનનું સર્વાગી નિરૂપણ કરનારી આ રચના છે. જેને જ્ઞાયક અકર્તાપણે સમજાય છે, તેને જ જ્ઞાયકનું જ્ઞાતાપણું સમજાય છે. તેથી અકર્તા આત્માને સમજવા માટે પણ તું પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ સમજ. આ પ્રવચનોમાં સની સ્વાધીનતાનો ધ્વનિ ગર્જે છે. સમકિત કરવું છે તે વાત મીઠી લાગે છે, પણ એ ઝેર છે. કરવું તે આત્માનો કે જ્ઞાન પર્યાયનો સ્વભાવ જ નથી. બધા શાસ્ત્રનો આ ટૂંકો સાર છે. (૬) સંસ્થાની ભાવના મૂર્તિમંતઃ પૂ. લાલચંદભાઈના સમયસાર ગાથા-૧૩ના પ્રવચનો ઘણાં જ અપૂર્વ અને સિદ્ધાંતિક હોવાથી..આ પ્રવચનોને પ્રકાશિત કરવાનું અમારું સ્વપ્ન સાકાર થયું છે. આ પ્રવચનોમાં પૂ. ભાઈશ્રીના વ્યક્તિત્વની અનેક લાક્ષણિકતાઓ ઝલકે છે. જેમકે ગાથાના ભાવોની અસ્મલિત પ્રવાહિતતા, ઉત્કૃષ્ટ આત્મમંથન, જ્ઞાનની વેધકતાની સાથે સંતુલિતતા, વિચારમાં સૂક્ષ્મતા, ભાષામાં માધુર્યતા વગેરે તથ્યોને ચિત્રિત કર્યા છે. આ પ્રવચનોમાં તેમના અનુભવ જીવનનું સત્ય ધ્વનિત થાય છે. નિઃશંકપણે કહી શકાય કે-તેર ગાથાનું ચિંતવન તેમનું સ્વોપાર્જિત છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 347