Book Title: Atmajyoti Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય...કલમે... (૧) પ્રારંભિક મંગલાચરણ - “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો ! તે ગુરુ કહાનનો.” વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શાસન નાયક શ્રી વર્ધમાન સ્વામી તાત્વિક પુણ્યવંત ધરાને દીપાવતા જગત ઉદ્ધારક ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ થયા. તેમના દ્વારા પ્રણીત થયેલા પરમાગમો આપણને પ્રાપ્ત થયા. માંગલિકમાં જેમનું ત્રીજું નામ છે તે સાર્થક છે. જગતચક્ષુ શ્રી સમયસાર પ્રાભૃત જેવા અદ્વિતીય શાસ્ત્રની મહાન અને ગંભીર ટીકા રચનાર આચાર્યવર શ્રી અમૃતચંદ્રસૂરિ થયા. તેઓ શ્રી દ્વારા આત્મખ્યાતી નામની રચના પ્રાપ્ત થઈ. પરમાગમ આદિ શાસ્ત્રોમાં ગહન સિદ્ધાંતો રહેલાં હતાં, પરંતુ આ સૂક્ષ્મ રહસ્યોને સમજવાની આપણી પાસે દષ્ટિ ન હતી. અજ્ઞાન તિમિર યુગમાં સમ્યકદર્શન તો લુપ્તવત્ થઈ ગયું હતું. આવા કળિકાળે જ્ઞાન સુર્યોદયનો ઉદય થયો. જેમ સમુદ્રને મળવા જતી સરિતાને પોતાના માર્ગમાં અનેક અવરોધો આવે છે. સરિતા આ સઘળી રૂકાવટતાઓને દૂર કરીને, અનેક સંઘર્ષોનો સામનો કરીને તે પોતાના નિયત સ્થાને પહોંચી જાય છે. તેમ કુંદામૃતના હૃદયમાં સંસ્થિત ગૂઢ રહસ્યોને પોતાની ભગવતી પ્રજ્ઞા દ્વારા, શ્રતામૃત રસાસ્વાદન કરી, ઉછળતી જ્ઞાન તરંગાવલિમાં નવા નવા ઉન્મેષો ઉપદિષ્ટ પામ્યા. પૂ. ગુરુદેવશ્રીએ પણ અનેક સંઘર્ષોનો સામનો કરી જગત સમક્ષ સનાતન સત્યતાનો જયઘોષ કર્યો. પંચમકાળે તેમના પ્રવચનોની આધ્યાત્મિક માળા અવિરતપણે પ્રવાહિત થઈ. આ અનવરત ધારા ભવ્ય જીવોના અંતરાલમાં હરિયાળી બની છવાઈ ગઈ. (૨) કુંદામૃત કેડાયત શ્રી કહાનગુરુદેવ હે! ચિદ્રપધારી આત્માઓ! તમારી ચીજની મહિમાને કોઈ કાળ લાગુ પડતો નથી. તેમજ તમારી ચૈતન્યની મહિમાને કોઈ કાળ રોકી શકતો નથી. ત્રિકાળી પરમાત્મા સર્વ કાળે અસ્મલિત એકરૂપ બિરાજમાન છે. કર્મના સંબંધની દષ્ટિથી જુઓ તો વર્તમાન દશામાં નવ તત્ત્વો છે. તે નવે પર્યાયો પર્યાયની યોગ્યતાથી પર્યાયમાં થાય છે. આ નવે પ્રકારની પર્યાયનું લક્ષ છોડી..ત્રિકાળી એકરૂપ ભગવાન તેની સમીપ જવાથી...નવેય તત્ત્વને જૂઠા કહ્યાં છે. (૩) શ્રી કુંદામૃત કહાન કેડાયત પૂ. લાલચંદભાઈ:શ્રી સમયસારનું ઊંડાણથી મનન કરે...સ્વભાવની મુખ્યતાથી વિચારે તો... Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 347