Book Title: Atmajyoti Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસારનું હાર્દ ખ્યાલમાં આવે છે. અનાદિથી આત્માને નિરપેક્ષ નથી જાણ્યો અને પરિણામને પણ નિરપેક્ષ નથી જાણ્યા. જે આત્માને પરિણામની સાથે કર્તાકર્મ સંબંધ રાખીને જુએ છે અને પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જુએ છે તે શુદ્ધ સ્વભાવથી શ્રુત થાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંયોગ સંબંધમાં પણ પરસ્પર અકર્તાપણું રાખીને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો પરસ્પર અકર્તાપણું ન રહે તો તે કર્તાકર્મમાં કન્વર્ટ થઈ જાય છે. તો અજીવ જીવ થઈ જાય અને જીવ અજીવને પ્રાપ્ત થાય. આ ગાથાનો મૂળ પાઠ છે. પર્યાયને નિરપેક્ષ જો ! નિરપેક્ષતાના જ્ઞાન વિના સાપેક્ષતાનું જ્ઞાન કદી સાચું થઈ શકતું નથી. પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ફેરવવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી, પર્યાયને જાણવી તે પુરુષાર્થ નથી, જાણનારને જાણનારપણે જાણવો તે પુરુષાર્થ છે. થવા યોગ્ય થાય છે તે મહા સિદ્ધાંત છે. આ ભાવમાં અનંતો પુરુષાર્થ સમાયેલો છે. આ પર્યાયનો નિશ્ચય છે. (૪) પૂ. લાલચંદભાઈની ૯૨મી જન્મ જયંતિ સુઅવસરે - જેમ કુદરતી દશ્યના પ્રેમીને કુદરતની પ્રકૃતિના વિધ વિધ રંગો, પ્રકૃતિનું સૌંદર્ય, પ્રકૃતિનું માધુર્ય વગેરેનું અવલોકન થતાં તે પ્રફુલ્લિત થાય છે. તેમ આ “આત્મજ્યોતિ” પુસ્તકમાં રહેલા વિધ-વિધ ન્યાયો દ્વારા ગાથાના રહસ્યનું ઉદ્ઘાટિત થવું, અન્યમતનું ખંડન, જૈનદર્શનનું મંડન, નવને સાપેક્ષપણે પ્રથમ જાણવાનો નકાર, નવ તત્ત્વને નિરપેક્ષ જાણવાનો હકાર, સાધક થયા પછી નિરપેક્ષના ભાનપૂર્વક સાપેક્ષનું જ્ઞાન વગેરે સિદ્ધાંતોનું મનોરમ્ય દર્શન થતાં ભેદજ્ઞાનની બંસરી ગર્જી ઊઠે છે. (૫) પુસ્તક પ્રકાશનના હેતુઓ આત્મા કેવળ જાણક સ્વભાવી છે તેમ નક્કી થતાં ઘણો કચરો નીકળી જાય છે. જાણનાર સ્વભાવનો નિર્ણય થતાં પરિણામની કતંબુદ્ધિ અને સ્વામીત્ત્વબુદ્ધિ નીકળી જાય છે. આમ આ રચના ભેદજ્ઞાન જ્યોતિને ઉદિત કરનારી છે. પર મારામાં નિમિત્ત થાય છે, હું પરમાં નિમિત્ત થાઉં છું, તેવું માનનાર બહિદષ્ટિ છે. તેમાં સંસાર ઉભો થાય છે. જ્યારે સંસારના નાશનો કાળ આવે છે ત્યારે મારે પર પદાર્થની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. અનાદિના અજ્ઞાનનું પ્રક્ષાલન કરાવનાર આ પ્રકાશન છે. ભેદથી જુઓ તો નવ તત્ત્વો વ્યવહારજ્ઞાનનો વિષય છે અને તે નવ તત્ત્વોને ભૂતાર્થથી જાણતાં સમ્યકદર્શન થાય છે. આ વિષય વસ્તુ વિસ્તૃત દષ્ટિકોણથી આ ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 347