Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 20
________________ Shri Ashtapad Maha Tirth પ્રભુનાં નિર્વાણ કલ્યાણકના સમયે ક્ષણ વાર નારકીઓને પણ સુખ થયું, અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. પંચત્વ પામીને પાંચમી ગતિને પ્રાપ્ત થયેલા પ્રભુને જોઈ ભરત રાજા અપાર દુઃખના ભારથી મૂચ્છ પામી પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સાવધાન થઈ તેમણે આક્રંદ કરવા માંડ્યું કે, “અહા! ત્રણ જગતના ત્રાતા પ્રભુ. બાહબલી વગેરે અનુજબંધુઓ. બ્રાહ્મી અને સુંદરી બહેનો. પંડરીક વગેરે પુત્રો, અને શ્રેયાંસ વગેરે પૌત્રો કર્મરૂપ હણી લોકાગ્રને પામ્યાં. તથાપિ જીવિતમાં પ્રીતિવાળો હું ભારત અદ્યાપિ જીવું છું.” આ પ્રમાણે આક્રંદ કરતા ભરતને જોઈ ઇન્દ્ર શોકથી રુદન કરવા માંડ્યું. એટલે ત્યારથી રુદન ‘સક્રન્દન” નામથી પ્રખ્યાત થયું. ત્યાર બાદ ઈન્દ્રની પાછળ દેવતાઓએ પણ રુદન કરવા માંડ્યું. તે જોઈ ભરતરાજા રુદનક્રિયામાં કુશળ થયા. ત્યારથી માંડીને શોકગ્રંથિને ભેદનાર તથા હૃદય અને નેત્રને શોધનાર પૂર્વે નહિ દીઠેલો રુદનનો વ્યવહાર પ્રવર્યો. ભરતના મોટા શબ્દપૂર્વકના રુદનથી ભૂમિ અને આકાશનો ભાગ પણ જાણે શોકાકુલ થઈ ગયો અને પર્વતના પથ્થર તૂટવા લાગ્યા. તેમ જ ઝરણાઓ જલરૂપી આંસુઓના પ્રવાહને વહેતાં કરવા લાગ્યાં. અતિ શોક વડે આક્રંદ થયેલા હોવાથી જાણે મરવાને ઇચ્છતા હોય તેવા ભરતને જોઈ તેમને બોધ કરવાને માટે ઈન્દ્ર પવિત્ર વાણીથી આ પ્રમાણે તેમને કહેવા લાગ્યા. “ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ભરત ચક્રવર્તી! સ્વાભાવિક ધૈર્યને છોડીને અજ્ઞજનની પેઠે શોકથી આમ રુદન કેમ કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિના કરનાર, અને અહર્નિશ જગતને નમવા યોગ્ય હતા, તે પ્રભુનો શોક કરવાનો કેમ હોય? અર્થાત્ તે પ્રભુ કેમ શોચનીય હોય? જેણે અનુપમ કાર્યો સાધ્યાં છે અને કર્મોના બંધનનો જેઓએ ત્યાગ કર્યો છે, એવા મુમુક્ષુ આત્માઓને માટે વિશેષ રીતે આ પ્રસંગ અખંડ મહોત્સવરૂપ ગણાય છે, તેમ જ હર્ષ ને શોક બને, સ્વાર્થનો ઘાત કરનારા અને પાપબંધનને કરાવનારા છે; માટે બુદ્ધિવાન એવા તમે તેને છોડી દો અને પુનઃધેર્યને ધારણ કરો.” આ પ્રમાણે ભરત ચક્રવર્તીને આશ્વાસન આપી બન્ને પ્રભુના અંગનો સંસ્કાર કરવા માટે ગોશીષ ચંદનનાં કાષ્ઠો દેવતાઓની પાસે મંગાવ્યાં. પછી દેવતાઓએ પ્રભુને માટે પૂર્વ દિશામાં ગોળ, બીજા ઈક્વાકુવંશી મુનિઓને માટે દક્ષિણ દિશામાં ત્રિખૂણી અને બાકીના સર્વ મુનિઓ માટે ચાર ખૂણાવાળી ચિતા રચી. પ્રભુના શરીરને ઇન્દ્ર ક્ષીરસમુદ્રનાં જલથી સ્નાન કરાવી અને વસ્ત્રાભરણથી શોભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ ઈશ્વાકુવંશના મુનિવરોનાં શરીરો ભક્તિથી બીજી શિબિકામાં અને બાકીના સર્વ મુનિઓનાં શરીરને ત્રીજી શિબિકામાં મૂક્યાં. કેટલાક તે અવસરે વાજિંત્રોને વગાડતા હતા. કેટલાક પુષ્પવૃષ્ટિ કરતા હતા, કેટલાક ઉચ્ચ સ્વરે ગીત ગાતા હતા અને કેટલાક નૃત્ય કરતા હતા. આ રીતે ઉત્સવ પ્રવર્તી રહ્યો હતો, તે સમયે દેવોએ પૂર્વ નિર્મિત ચિતાઓમાં તે શરીરોને પધરાવ્યાં. એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવોએ તત્કાળ તે શરીરોને પ્રજ્વલિત કર્યો. પછી મેઘકુમારોએ બાકી રહ્યાં છે અસ્થિઓ જેમાં એવા તે શરીરોને જળધારાથી ઠાર્યો. એટલે સર્વ દેવતાઓએ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દાંત અને અસ્થિ પોત-પોતાનાં વિમાનોમાં પૂજા કરવા માટે પોત-પોતાની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કર્યા, અને ઇન્દ્રોએ પ્રભુની દાઢોને ગ્રહણ કરી. કેટલાક શ્રાવકોએ માગણી કરવાથી દેવતાઓએ ત્રણ કુંડનો અગ્નિ તેઓને આપ્યો. ત્યારથી તે શ્રાવકો અગ્નિહોત્રી માહણ (બ્રાહ્મણ) કહેવાયા. કેટલાકોએ તે ચિતાની ભસ્મને ભક્તિથી વંદન કર્યા, અને શરીરે લગાવી, તે કારણે ભસ્મથી શોભતા શરીરવાળા તેઓ તાપસી કહેવાયા. - 67 – - Shri Shatrunjay Mahatmya


Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89