Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 81
________________ Shri Ashtapad Maha Tirth ૨. ઉત્તર અમેરિકાથી સાઈબિરિયા અને ૩ ગોંડવાણા ખંડ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ ભારત - ઓસ્ટ્રેલિયા સુધીની ભૂમિ અને હાલના સાત ખંડ ૧. ઉત્તર અમેરિકા, ૨. દક્ષિણ અમેરિકા, ૩. એશિયા, ૪. યુરોપ, ૫. આફ્રિકા, ૬ ઓસ્ટ્રેલિયા, ૭ દક્ષિણ ધ્રુવ અને બીજા નાના મોટા ટાપુઓમાં આ ભૂમિ વહેંચાયેલી છે. આથી આપણી સમગ્ર ભૂમિને દ્વીપસમૂહ કહી શકાય અને તે આર્યાવર્તની ભૂમિ હોવાથી આર્ય પ્રદેશ પણ કહી શકાય. આ દ્વીપસમૂહવાળો આર્ય પ્રદેશ ઉપર દર્શાવેલાં કારણોસર દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં આવેલા ૨૫। આર્ય દેશોની છેક દક્ષિણમાં હોવાની ખાસ સંભવાના છે. તે જંબુદ્રીપની જગતીની નજદીકમાં હોય તેમ જણાય છે અને તે આર્યાવર્તના ૨૫ા દેશોથી લવણ સમુદ્રના પાણીના કારણે છૂટો પડી ગયેલો જ આર્ય પ્રદેશ જણાય છે. જ્યારે બાકીના આર્યાવર્તના ૨૫ા દેશોની સમગ્ર ભૂમિને આપણે બૃહદ્દ આર્યાવર્તને નામે ઓળખીએ તો વધુ સુગમ પડશે. હવે, શ્રી અષ્ટાપદજી તીર્થ મૂળ અયોધ્યા (વિનીતા) નગરીથી ઈશાન દિશામાં બાર યોજન દૂર છે. અયોધ્યા નગરી જંબૂદ્વીપની જગતીથી ૧૧૪ યોજન દૂર ઉત્તરમાં છે, જ્યારે આપણો આર્યદેશ (દ્વીપસમૂહ) જંબૂદ્વીપની જગતીની નજદીકમાં છે અને તે લગભગ ૨૦ થી ૨૫ યોજન ઉત્તરમાં હોવાની સંભાવના છે. આ રીતે ૧૧૪+૧૨=૧૨૬-૨૦=૧૦૬ યોજન આશરે આપણી ભૂમિથી ઉત્તર દિશામાં અષ્ટાપદ તીર્થ હોવાની ખાસ સંભાવના છે. આ શાસ્ત્રપ્રમાણ લક્ષમાં લેતાં વર્તમાન આર્યપ્રદેશથી આશરે ૧૦૦ થી ૧૧૦ યોજન દૂર શ્રી અષ્ટાપદજી તીર્થ ઓવલું છે. તેના માઈલ કરીએ તો આશરે ૪ લાખ માઈલ દૂર થાય અને ઉત્સેધાંગુલથી ૧,૭૬,૦૦૦ ગાઉ થાય. આ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ અહીંથી આશરે બે લાખ ગાઉ અથવા ૪ લાખ માઈલ દૂર હોવાથી તથા આ આપણો આર્યપ્રદેશ ખારા પાણીના સમુદ્રો વડે ઘેરાયેલો હોવાથી એ સમુદ્રોની બહાર જઈ શકવાની અશકયતાને કારણે જ શ્રી અષ્ટાપદજી તીર્થ આપણે માટે અલભ્ય બનેલું છે. તેથી શ્રી યુગપ્રધાનોનો પ્રત્યક્ષ પરિચય પણ આ કારણે જ અલભ્ય બનેલો છે. પંડિત શ્રી દીપવિજયજી શ્રી અષ્ટાપદજીની પૂજા ઢાળ (પહેલી) માં કહે છે— આશરે એક લાખ ગાઉ ઉપરે રે, ગાઉ પંચ્યાશી હજાર; શ્રી સિદ્ધગિરિથી વેગળો રે, શ્રી અષ્ટાપદ જયકાર. વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ ‘વિવિધ તીર્થમાળા’માં કહે છે— પંચ જિણેસર જનમીયા, મૂળ અયોધ્યા દૂરીજી, ઈણ થિતિ થાપી ઈહાં, એમ બોલે બહુ સૂરિજી. ઉપરોક્ત વિધાનો પણ આ હકીકતને સમર્થન આપનારાં છે. વળી, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજશ્રી જણાવે છે કે, “મૂળ અયોધ્યા દૂર છે. (દૂરી), તેમ જ ‘ડૂબી’ શબ્દ વાપરીને ડૂબી ગયાનું જણાવતા નથી. અને દૂર હોવાને કારણે જ હાલની અયોધ્યાની સ્થાપના કરેલી છે. ઈણ થિતિ થાપી ઈહાં રે' એમ ઘણા સૂરિઓ, આચાર્ય મહારાજો બોલે છે (કહે છે), અર્થાત્ ‘તેઓ જ કહે છે એમ નથી, પરંતુ ઘણા આચાર્ય મહારાજો કહે છે.'' આ રીતે અષ્ટાપદજી તીર્થનું અસ્તિત્વ આપણા આ એક નાનકડા આર્યપ્રદેશમાં નહિ, શ્રી Where is Ashtapad? as 128 a

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89