Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 79
________________ Shri Ashtapad Maha Tirth હકીકતમાં ભારતવર્ષે ઉત્તરથી દક્ષિણ લગભગ ૧,૯૦૦ માઈલ અને પૂર્વથી પશ્ચિમ લગભગ ૧,૮૦૦ માઈલવાળો પ્રદેશ છે, જ્યારે શાસ્ત્રસંમત ભરતક્ષેત્ર ઉત્તર સીમાએ ૧૪,૪૭૧ યોજન x ૩૬૦૦= પ૨૦ લાખ-આશરે ૫ કરોડ, ૨૦ લાખ માઈલ અને ઉત્તરથી દક્ષિણ પર૬ યોજન X ૩૬૦૦= ૧૮ લાખ ૯૦ હજાર માઈલવાળું એક મોટું ક્ષેત્ર છે. હિમાલય પર્વત આશરે બે હજાર માઈલ લાંબો, ૫૦૦ માઈલથી પણ ઓછો પહોળો અને વધુમાં વધુ ૬ માઈલ (એવરેસ્ટ શિખર) જેટલો ઊંચો છે, જ્યારે હિમવંત પર્વત લગભગ ૧,૫૦૦ યોજન x ૩૬૦૦ = આશરે ૫ કરોડ માઈલ લાંબો, ૧,૦૫૨ યોજન = ૩૬ લાખ માઈલ પહોળો અને ૧૦૦ યોજન = ૩l લાખ માઈલ ઊંચો છે. હિમાલયની ઉત્તરમાં તિબેટ, ચીન વગેરે દેશો આવેલા છે, જે કર્મભૂમિના દેશો છે, જ્યારે હિમવંત પર્વતની ઉત્તરે હિમવંત નામનું ક્ષેત્ર આવેલું છે અને તે અકર્મભૂમિનું ક્ષેત્ર છે. તેવી જ રીતે, વૈતાઢય પર્વત અને વિંધ્યાચલ પર્વતના માપવામાં અને ઊંચાઈમાં પણ ઘણો તફાવત છે. એટલું જ નહિ, પણ જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ તમામ ૨૫ આર્ય દેશો વૈતાઢય પર્વતની દક્ષિણમાં આવેલા છે. જ્યારે હાલમાં જોવામાં આવતા ૨૫ આર્ય દેશો પૈકી ઘણાખરા દેશો વિંધ્યાચળ પર્વતથી ઉત્તરની દિશામાં આવેલા છે, જે કોઈ પણ રીતે શાસ્ત્રસંગત નથી. તેવી જ રીતે, વર્તમાન ગંગા - સિંધુ નદીઓ પૈકી એક પણ નદી વિંધ્યાચળ પર્વતમાંથી પસાર થઈને દક્ષિણ દિશામાં જતી નથી, જ્યારે ગંગા તથા સિંધુ એ બન્ને મહાનદીઓ વૈતાઢ્ય પર્વતના નીચેના રસ્તાઓમાંથી પસાર થઈને દક્ષિણ ભરતક્ષેત્રમાં લાંબા અંતર સુધી વહીને લવણ સમુદ્રમાં વહી જાય છે. હાલની ગંગાસિંધુ કરતાં શાશ્વત ગંગાસિંધુ ઘણી જ મોટી છે. વસ્તુતઃ જો આ ભેદ બરાબર સમજી લઈએ, તો હાલમાં ના સમજી શકાય તેવી, શાસ્ત્ર ઉલ્લેખનીય એવી ઘણી બધી વસ્તુઓ આપણે સહેલાઈથી સમજી શકીએ; જેથી અશ્રદ્ધાને ઉત્પન્ન થવાને માટે કોઈ કારણ રહે નહિ. આ હકીકત સમજવા માટે શાસ્ત્રકથિત પ્રમાણ અંગુલ યોજનનું માપ સમજવું જરૂરી છે. એક પ્રમાણ અંગુલ યોજન બરાબર ૪૦૦ ઉત્સધ અંગુલ યોજન, એવા ૪૦૦ યોજન X ૪ = ૧,૬૦૦ ઉત્સધ અંગુલ ગાઉં, એવા ૧,૬૦૦ ઉત્સધ અંગુલ ગાઉ બરાબર ૩,૬૦૦ માઈલ આશરે (૧,૬૦૦X ૨.૨૫ = ૩,૬૦૦) થાય. શ્રી ઋષભદેવ પ્રભુના એક વિખંભ અંગુલ = ૪૦૦ વિખંભ ઉત્સધ અંગુલ. તે આવી રીતે; શ્રી ઋષભદેવ પ્રભુનું વિધ્વંભ ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ્યની ઊંચાઈનું શરીર છે. એટલે ૫૦૦ ઉત્સવ અંગુલ ધનુષ X ૪ હાથ = ૨૦૦૦ હાથ X ૨૪ અંગુલ = ૪૮,૦૦૦ અંગુલ, ઉત્સધાગુલ થયો. આ અંગુલ વિષ્ફ અંગુલનું માપ છે. હવે, શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના હાથના માપ ૫ હાથ x ૨૪ = ૧૨૦ અંગુલ ઊંચા છે. તેમનો અંગુલ પ્રમાણ અંગુલનો છે, જેથી ૪૮,૦૦૦ : સે ૧૨૦ = ૪૦૦ ઉત્સધાંગુલથી પ્રમાણઅંગુલ મોટો થાય છે. આ રીતે પ્રમાણ યોજન પણ ઉત્સધાંગુલ કરતાં ૪૦૦ ગણો મોટો થાય છે. આ રીતે ભારતવર્ષ કરતાં ભરતક્ષેત્ર ઘણું જ મોટું છે. તેના ઉત્તર-દક્ષિણ બે મોટા વિભાગો છે. ઉત્તરાર્ધ ભરત અને દક્ષિણાર્ધ ભરત. તે ભાગો વૈતાઢ્ય પર્વતથી જુદા થાય છે. આ બન્નેની વચમાં ગંગાસિંધુ નદીઓ વહેતી હોવાને કારણે ત્રણ ત્રણ વિભાગ (ખંડ) બને છે, જે ઉત્તરમાં ત્રણ અને દક્ષિણમાં ત્રણ એમ કુલ છ ખંડો થાય છે. દરેકને પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ખંડ (ગંગાસિંધુ નદીઓ વચ્ચેનો) કહેવાય છે. Where is Ashtapad? - $ 126 -

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89