Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 78
________________ છે શ્રી અષ્ટાપદજી મહાતીર્થ કયાં ? | રમણલાલ બબાભાઈ શાહ જેમ આપણે શ્રી યુગપ્રધાનોથી અપરિચિત છીએ, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી તીર્થ પણ આપણા માટે અપરિચિત છે. વળી શોધખોળ માટેના ઘણા પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. તેમ જ આ તીર્થ માટે જુદાં જુદાં સ્થળો માટેનાં અનુમાનો પણ થયેલાં છે. હિમાલયમાં આવેલા કલાસ શિખર માટે પણ અનુમાન થયેલું છે, પરંતુ કૈલાસ તથા એવરેસ્ટ આદિ શિખરોનાં સંશોધન થઈ ગયાં છે અને ત્યાં અષ્ટાપદજી તીર્થ નથી તે નક્કર હકીકત છે. તેથી આ અષ્ટાપદજી કયાં છે તે માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આ તીર્થની શોધ કરતાં પહેલાં કેટલીક હકીકતો સમજી લેવાની ખાસ જરૂર છે. (૧) ભારતવર્ષ અને ભરતક્ષેત્રની તુલના. (૨) હિમાલય અને હિમવંત તેમ જ વિંધ્યાચલ અને વૈતાઢ્ય પર્વતની તુલના. કારણ એ છે કે, ભારત અને ભરતક્ષેત્ર તથા હિમાલય અને હિમવંત પર્વત વગેરે નામોમાં સામ્ય હોવાને કારણે કેટલીક ગેરસમજૂતી ઘણા લાંબા સમયથી ચાલી આવેલી છે. ભરતક્ષેત્રના કલ ૩૨.૦૦૦ દેશો પૈકીના ૨૫ આર્ય દેશોને આપણે કેટલાય સમયથી ભારતવર્ષમાં જ માનતા આવ્યા છીએ અને તેથી જ “યુગપ્રધાનોનું અસ્તિત્વ તથા શ્રી અષ્ટાપદજી આદિ તમામ મહાતીર્થો તથા તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિઓ આપણે લગભગ ભારતવર્ષમાં જ માનીએ છીએ. અને આ કારણથી ગૂંચવાડો ઊભો થવાથી શાસ્ત્રસંમત કેટલીક હકીકતો પ્રત્યે અશ્રદ્ધા ઉપસ્થિત થવાના પ્રસંગો બને છે. ભરતક્ષેત્ર પૂર્વ થી પશ્ચિમ પર૦ લાખ માઈલ ઉત્તર થી દક્ષિણ ૧૯ લાખ માઈલ ભારતવર્ષ પૂર્વ થી પશ્ચિમ ૧૮૦૦ માઈલ ઉત્તર થી દક્ષિણ ૧૮૦૦ માઈલ હિમાલય પર્વત ર000 x ૫૦૦ x ૬ માઈલ લંબાઈ x પહોળાઈ X ઉંચાઈ હિમવંત પર્વત ૫૦૦ લાખ માઈલ લંબાઈ ૩૬ લાખ માઈલ પહોળાઈ વા લાખ માઈલ ઊંચાઈ એનો અર્થ એમ કરવો કે ભરતવર્ષ અને હિમવંત પર્વત અલગ અલગ હોવો કે શું તે જ્ઞાનીઓથી સમજવું. અગર ભરતવર્ષમાં હિમવંત પર્વત છે એમ શાસ્ત્રોમાં હોય તો ગણિતથી સમજવું કે ભરતવર્ષ જેટલી લંબાઈ અને ભરતવર્ષથી વધુ પહોળાઈ વાળો પર્વત એ ક્ષેત્રમાં ન સમાઈ શકે. - ભરત શાહ Ashtapad MahaTirth, Vol. II Ch. 9-F, Pg. 507-513 - 125 દેશ - Where is Ashtapad?

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89