Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 63
________________ Shri Ashtapad Maha Tirth * જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યુયોર્ક)ના જિનાલયમાં અષ્ટાપદની રચનાની પ્રક્રિયા : ડિઝાઈન ઃ પર્વત માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે ન્યુયોર્કના આ જૈન સેન્ટરના ભવન માટે પડકારરૂપ બની રહ્યું. વળી, તે અષ્ટાપદ ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૨ ટનથી વધુ વજન તો થવું જ ન જોઈએ. બાંધણી મજબૂત બને તે માટે એક ટન વજનની સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ બનાવવામાં આવ્યાં છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની પહોળાઈ ૫'.૧'' અને સૌથી ઉપરની પહોળાઈ માત્ર ૦.૭૫' છે. સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) : ૩૦ ટન રફ સ્ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું છે. આ વજન ઝીલી શકે તે માટે ૧.૫ ટન સ્ટીલની ફ્રેમ બનાવવામાં આવી છે. વિશ્વના જુદા જુદા રંગનાં રત્નો આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા પ્રકારની મૂર્તિઓ ઘડવામાં આવી. દરેક મૂર્તિ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી, આ દરેક રત્ન જેમોલોજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા. આથી રત્નમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. આ માટે વાપરવામાં આવેલાં રત્નો સારી ગુણવત્તાવાળાં હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે એમરલ્ડ, રુબી, એમેથિસ્ટ, કુનઝાઈટ, રોઝ ક્વાર્ટ્ઝ, સોડાલાઈટ જેવાં કીમતી રત્નો વાપરવામાં આવ્યાં છે. અષ્ટાપદ પર્વત ઃ પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ ગોઠવવામાં આવ્યા. એની મધ્યમાં આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં, આના ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થંકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પર્વતમાં જ ૨૪ ગોખલા કોતરવામાં આવ્યા છે. પર્વતને સ્ફટિકના આઠ બ્લોકમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઈન ઉમેરવામાં આવી છે. બધાં શિખર ડિઝાઈન પ્રમાણે કોતરીને તેને સુવર્ણકળશથી સુશોભિત કરેલ છે. સૌથી ઉપરના ભાગમાં ધજા છે. અત્યારે ચાલતી યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. વિશાળ આકાશમાં કૈલાસ પર્વતનો ખ્યાલ મળી રહે તે માટે પાછળની દીવાલ પર આકાશની સાથે કૈલાસ-માનસરોવર દર્શાવવામાં આવેલ છે. ગોખલાઓ : ૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઈનમાં દરેક ગોખલાની સાઈઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા. પણ પછીથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી, છઠ્ઠું અને ઉપર શિખર રચવામાં આવેલ છે. શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઈન બનાવી હતી, પણ પછીથી તમામ ૨૪ ગોખલાઓમાં અષ્ટપ્રાતિહાર્યની કોતરણી કરવામાં આવી છે. શ્રી જિન ચોવીસી : ૨૪ તીર્થંકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. દરેક Shri Ashtapad Maha Tirth * 110 --

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89