Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 36
________________ Shri Ashtapad Maha Tirth अपि, तदावग् वर्धमानः स्वामी केवल्याशातनां मा कुरू (काषीः), गौतमः प्राह-भगवान् ! का केवल्याशातना ? ततः प्रभुणा तेषां केवलज्ञानोत्पत्तिसम्बन्धः प्रोक्तः, ततो गौतमः तेषां पादान् नत्वा क्षमयित्वा च प्रभोः पुरः प्राह-येषामहं दीक्षां दास्ये (प्रादाम्) तेषां केवलज्ञानं, मम न ततः तत्खेदं गौतमे दधाने प्रभुः प्राह तवापि केवलज्ञानं ભવિષ્યતીતિ ના? | પંચશતી પ્રબોધ સંબંધ (ભાષાંતર) (પ્રબંધ પંચશતી) યુગાદિદેવ શ્રી આદિનાથથી (આરંભીને) અંતિમ શ્રી વર્ધમાન સ્વામી સુધીના સર્વે જિનેશ્વરોને, બીજા કેવલીઓને, શ્રી પુંડરીક આદિ ગુરુઓને, અને યતિને બોધિ અને સમાધિના હેતુથી હું વંદન કરું છું. કંઈક ગુરુના મુખથી સાંભળીને કરીને અને કાંઈક પોતાના અને અન્યોના શાસ્ત્રથી પંચશતી પ્રબોધ સંબંધ નામનો આ ગ્રંથ મારા વડે કરાય (રચાય) છે. - લક્ષ્મીસાગરસૂરિનાં ચરણ કમળની કૃપાથી (તેમના) શિષ્ય શુભાશીલ વડે આ ગ્રંથ રચાય છે. (૧) શ્રી ગૌતમસ્વામીનો અષ્ટાપદ તીર્થનંદનનો સંબંધ : એકવાર શ્રી અષ્ટાપદતીર્થના નમનનું ફળ શ્રી મહાવીર સ્વામી પાસે સાંભળીને શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદતીર્થની નજીકમાં ગયા ત્યારે ત્યાં રહેલા તાપસી ધ્યાન કરતાં હતા. આ શું કરશે ? એ પ્રમાણે તેઓ વિચારવા લાગ્યા. ગૌતમસ્વામી સૂર્યના કિરણોનું અવલંબન લઈને તીર્થની ઉપર ગયા. ત્યાં ભરતે કરાવેલ પ્રસાદમાં (ચોવીશ જિનેશ્વરોને) માન, પ્રમાણ, દેહ, આકાર, વર્ણાદિ યુક્ત અનુકમથી વંદન કરે છે. ચાર, આઠ, દસ ને બે, વંદા જિનવરો ચોવીસ, (ઓ!) પરમાર્થ-નિચ્છિતાર્થો, સિદ્ધો! સિદ્ધિ મને આપો ૧ ત્યાં દેવોને નમસ્કાર કરીને તીર્થથી ઉતરતા હતા ત્યારે ૧૫૦૩ તાપસો ગૌતમસ્વામીના વચનોથી બોધ પામ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી શ્રી ગૌતમ માર્ગમાં ચાલતાં કોઈક ગામથી શુદ્ધ ખીરથી ભરેલું પાત્ર ગ્રહણ કરીને પોતાના અંગુઠાને તેની મધ્યમાં બોળીને સર્વે તાપસોને ભોજન કરાવ્યું. તે જમીને ગૌતમસ્વામીની લબ્ધિનો વિચાર કરતાં ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયું. ત્યાંથી માર્ગમાં જતાં શ્રી વર્ધમાન જિનનું વર્ણન સાંભળીને ૫૦૦ તાપસોને કેવળજ્ઞાન થયું. પ્રભુ દર્શનથી રસ્તમાં જતાં ૫૦૩ તાપસીને જ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિને નહીં જાણતાં એવા ગૌતમસ્વામીએ તેમનો પ્રભુને પ્રદક્ષિણા દેવા કહ્યું. ત્યારપછી તે પ્રદક્ષિણાને દઈને જયારે કેવલીની પર્ષદામાં બેઠા ત્યારે ગૌતમે કહ્યું હે મુર્ખા! જે મુખ છે તે પ્રભુને વંદન કરતાં નથી. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું છે ગૌતમ ! કેવલીની આશાતના ન કર. ગૌતમ બોલ્યા, હે ભગવાન! શું કેવલીની આશાતના? ત્યારે પ્રભુ વડે તેમની કેવલજ્ઞાન ઉત્પત્તિનો સંબંધ કહેવાયો. વારે ગૌતમે તેમના ચરણે નમીને ક્ષમા માંગીને કહ્યું હે પ્રભુ ! જેને હું દીક્ષા આપું તેને કેવલજ્ઞાન થાય છે મને થતું નથી. તેવું ખેદપૂર્વક ગૌતમે પ્રભુને કહ્યું, ત્યારે પ્રભુએ કહ્યું તને પણ કેવલજ્ઞાન થશે. - 83 – Panchshati Prabandh

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89