Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 41
________________ Shri Ashtapad Maha Tirth ના-ગુરૂ !-(ના-ગુરવ: !)-સમસ્ત જગતના ગુરુ ! જગતને આત્મ-હિતનો ઉપદેશ કરનારા! ગુF– શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર બીજું. શ્રી જિનેશ્વરદેવ સકળ જીવોને ઉદ્દેશી સર્વ કોઈનું કલ્યાણ થાય એવો એકસરખો હિતોપદેશ કરે છે, એટલે તેઓને જગ-ગુરુ જેવા વાસ્તવિક વિશેષણથી સંબોધન કરવામાં આવે છે. ના-રવરવા ! (નરિક્ષUT: !)- હે જગતના રક્ષક ! જગતનું રક્ષણ કરનારા ! હિંસા અને પ્રતિહિંસા વડે જગતનો-જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા અને અભયદાન વડે જગતનું જગત-શાંતિનું રક્ષણ થાય છે. શ્રી જિનેશ્વરદેવો પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ જગરક્ષક કહેવાય છે અથવા તો જગતના જીવોને તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે; એટલે પણ તેઓ જગદ્રક્ષક તરીકે સંબોધાય છે. ના-વન્ધવ ! ( ન વન્ધવ !)- જગતના બંધુ ! જગતના હિતેષી ! વધુ – એટલે બાન્ધવ. અર્થાત્ ભાઈ, નિકટવર્તી સ્વજન, પિતરાઈ કે સગાં-વહાલાં. સામાન્ય રીતે જે કોઈ હિતૈષી હોય તે માટે પણ એ જ શબ્દ વપરાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના પરમહિતૈષી છે, કારણ કે તેઓ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના પરમહિતનું રહસ્ય પ્રકાશે છે અને તેથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. ના-સન્થવાહ !-(નતુ–સાર્થવાદ !)-જગતના સાર્થવાહ ! જગતના નેતા ! જગતને ઈષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર ! સાર્થ- એટલે ઈષ્ટ સ્થળે પહોંચવા ઈચ્છતો મુસાફરોનો સમૂહ કે કાફલો; તેને વહન કરનાર, તેની સર્વ પ્રકારે સારસંભાળ કરનાર જે અગ્રણી, આગેવાન કે નાયક હોય, તે સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઈષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ નીચે ધારેલા સ્થળે એટલે કે મોક્ષપુરીએ લઈ જાય છે, તેથી તેઓ ના-સંસ્થવાદ કહેવાય છે. ના–ભાવ- વિશ્વ !-(-ભાવ-વિરક્ષUT: !)- જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ ! ભવ શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાય છે. જેમ કે અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા, કિંમત, દર, સ્થિતિ, સ્વરૂપ, વગેરે. તેમાંથી પદાર્થ અને પર્યાય અર્થો અહીં ઉપયુક્ત છે. પદાર્થ એટલે દ્રવ્ય. પર્યાય એટલે પદાર્થની નિરંતર પલટાતી અવસ્થા. સમય, શક્તિ વગેરેની અપેક્ષાએ તે અનંત પ્રકારની હોય છે. શ્રી જિનેશ્વરદેવ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ પદાર્થોના સર્વ ભાવો-પર્યાયો બરાબર જાણે છે અને યોગ્યની આગળ પ્રકાશિત કરે છે. તેથી તેઓ ના-ભાવ-વિષ્યવસ્થા કહેવાય છે. સટ્ટાવ-સંવિ-વ !- (Mાપ–સંસ્થાપિત-પI: !)- અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા ! પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણીને દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્વર્યા Prabodh Tika - 88 -

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89