________________
છવ-અધિકાર.
[ પ્રથમ વતના વગેરેમાં ઉપકારક અજીવ પદાર્થ હોવાથી તેને બીજી પંક્તિમાં મૂકવામાં આવે તે વાસ્તવિક છે. વિકારી જીવ અને અજવરૂપ કમને સંશ્લેષતે સંસાર છે. આના આસવ અને અન્ય એ બે મુખ્ય હેતુઓ છે. તેમાં વળી આસવ વિના બન્ધની હૈયાતી નથી, કેમકે બન્ધ આસપૂર્વક છે, વાસ્તે આસવને ત્રીજું સ્થાન આપી બન્ધને આના પછી નિર્દેશ કરે તે વ્યાજબી છે. આના પછી આના પ્રતિપક્ષીપ સંવર અને નિર્જરાનો ઉલ્લેખ કરવો તે સ્થાને છે. કમની સંપૂર્ણ નિરા થતાં મિક્ષ મળે છે, માટે તેને અંતમાં નિર્દેશ કરાય તે સમુચિત છે. એટલે કે આ સમગ્ર ઊહાપોહ-પ્રવૃત્તિ જેને માટે છે, જે ઉત્કૃષ્ટ તત્ત્વરૂપ છે, જે સમગ્ર બ્રહ્માણડના સારરૂપ છે, તે મેક્ષને અંતમાં નિર્દેશ કર્યો છે તે સહેતુક છે, કેમકે ભવ્ય જીવની એ અંતિમ–અનન્ય દશા સૂચવે છે.
આ ક્રમ પરત્વે અન્ય રીતે પણ વિચાર થઈ શકે છે. જેમકે બન્થનમાંથી આત્માનું મુક્ત થવું તે “મેક્ષ' છે; મુક્તિને પ્રાપ્ત કરવી એ દરેકને અન્તિમ ઉદ્દેશ છે; તેથી “મેક્ષ'ને અન્તિમ-સપ્તમ પદાર્થ તરીકે ગણાવ્યા છે તે યુક્ત છે, આ મુક્તિ મેળવવામાં “સંવર” અને નિર્જરા ” એ અન્તર કારણે હેવાથી તે બેને મોક્ષની પૂર્વે સ્થાન આપવામાં આવ્યું છે તે વ્યાજબી છે. વળી આસ્રવ અને બધના અસ્તિત્વને લીધે તે નવીન કમના રોકાણુરૂપ સંવર અને જૂનાં કમના પરિશાટનરૂપ નિર્જરા મુકિત મેળવવામાં ખપ પડે છે. આ કારણને લીધે આસ્રવ અને બન્ધ વિષે સંવર અને નિર્જરા કરતાં પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે તે ઉચિત છે. વિશ્વના સમસ્ત પદાર્થોને ચેતન અને જડ અર્થાત્ “વ” અને “અજીવ” એ બે પદાર્થોમાં અન્તર્ભાવ થતું હોવાથી તે બેનું પ્રથમ નિરૂપણ કર્યું તે સ્વાભાવિક-વાસ્તવિક છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સાત પદાર્થોને અમુક ક્રમ રાખવામાં સબળ કારણ રહેલું છે, પદાર્થની પર્યાપ્તતા
આ સાત પદાર્થો પર્યાપ્ત છે, કારણ કે જીવ અને અજીવ એ બે મળીને વિશ્વ થયેલું છે. જે સમગ્ર જીવે અને સમસ્ત અજીવ પદાર્થો એક એકથી હમેશાં પૃથક જ રહેતાં હાય-કઈ પણ કાળે એ બેનો સંગ થતો ન જ હોય, તે તે પછી અન્ય કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી; પણ જે તે પૈકી કેટલાક પઢા સંયુક્ત હોય અને જ્યારે આ સંસારમાં તે તેમજ છે ( કેમકે સંસારી જીવ અનાદિ કાળથી કર્મથી બદ્ધ છે), ત્યારે તે તે એના સમ્બન્ધ થવાનું કારણ (આસવ), તેને સમ્બન્ધ (બન્ય), તે સમ્બન્ધનુ રોકાણ ( સંવર) અને તે સમ્બન્ધને ક્રમિક અને આત્યંતિક નાશ ( નિરા અને મેક્ષ) એટલાને જ વિચાર કરે બસ છે. અર્થાત આ સાત પદાર્થો ઉપરાંત અન્ય કેઈ પદાર્થની અપેક્ષા રહેતી નથી.
આ ઉપરથી એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ત્યારે આ સંસારના સમગ્ર પદાયૅને સાત વર્ગમાં જ વહેંચી શકાય તેમ છે કે તેથી પણ ન્યૂનાધિક (ઓછા વરા) વર્ગોમાં તેને અન્તર્ભાવ થઈ શકે તેમ છે ? જીવ અને અજીવમાં અન્ય પદાર્થોનો અન્તર્ભાવ
વસ્તુતઃ છવ અને અજીવ એમ બે જ પદાર્થો છેપરંતુ અવસ્થા–ભેદને લઈને અથવા
૧ આ એક પ્રકારને પુગલ છે, એ આત્મિક શક્તિને આવ્રત કરે છે. આ સંબંધમાં વિશેષ વિવેચન આગળ ઉપર ( ત્રીજા ઉલ્લાસમાં ) કરવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org