________________
- જીવ-અધિકાર..
[ પ્રથમ
તદુત્પત્તિરૂપ માર્ગથી પણ તમારે દહાડે વળે તેમ નથી, કેમકે પરમાણુઓથી સંયોગની ઉત્પત્તિ થાય છે એ વાતનું તે હમણાં જ અમે ખણ્ડન કરી ગયા છઈએ. - અવિષ્યગભાવરૂપ પક્ષ માનવાથી પણ તમારે બેડો પાર પડે તેમ નથી, કેમકે એ તે કથંચિત્ તાદાભ્યરૂપ છે અને “કથંચિત્ કહેવું” એ વિરોધજનક હકીકત છે.
વળી આ સંગ અણુઓના સર્વ દેશે આશ્રીને છે કે એક દેશ આશ્રીને રહે છે? પ્રથમ વાત અંગીકાર કરવાથી તે એમ ભાવ નીકળે કે એક આખો પરમાણુ બીજા આખા પરમાણુ સાથે મળી જાય છે–એકમેક થઈ જાય છે અને તેથી કરીને તમારે માનેલે સ્થલ પદાર્થ એક મેટા પરમાણુરૂપ બની ગયે. બીજી વાત અંગીકાર કરશે, તે છ પરમાણુઓને વેગ થત હોવાથી પરમાણુમાં પડેશતારૂપ આપત્તિ આવી પડશે. આથી જોઈ શકાય છે કે સંગરૂપ અતિશય માનવાથી તમારું કાર્ય સરે તેમ નથી, એવી જ રીતે ક્રિયારૂપ અતિશયના સંબંધમાં પણ સમજી લેવું.
વળી, આ સ્થળ અવયવી–અર્થ સાધાર છે કે નિરાધાર (આશ્રય-શૂન્ય) છે ? આ અવયવી આશ્રય-શૂન્ય છે એમ કહેવું એ પ્રતીતિ-વિરૂદ્ધ છે. જે તે સાધાર છે, તે શું એક અવયવમાં રહે છે કે અનેકમાં રહે છે ? પ્રથમ પક્ષ તે અસત્ય છે. એ વાત તે અવયવમાં અવયવી રહે છે, નહિ કે અવયવમાં અવયવી રહે છે એ ઉપરથી સમજી શકાય તેમ છે..
હવે આ અવયવીને સાધાર માની તેને અનેક અવયમાં રહેતે માનશે, તે એ પ્રશ્ન ઊઠે છે કે આ અવયવે અવિરોધી છે કે વિરોધી છે? આમાંને પ્રથમ પક્ષ માનશે તે તે પ્રમાણ સંગતાથશે નહિ, કેમકે આ અવયવ ચલ છે, આ અવયવ અચલ છે, આ નીલ છે, આ સ્થૂલ છે,
આ અસ્થૂલ છે એવી પ્રતીતિ થાય છે. એટલે કે એક જ સ્થૂલ અવયવીમાં પ્રત્યક્ષ જણાતા ચલત્વ, - અચલત્વ, નીલત્વ, ઈત્યાદિ વિરોધી અવયને અપલાપ થશે. હવે જે વિરેધીરૂપ પક્ષ સ્વીકારશો, તો વિરૂદ્ધ ધર્મનો સંબંધ-વિશેષ થવાથી એક સ્થલ અવયવી સિદ્ધ થઈ શકશે નહિ, અર્થાત્ પરસ્પર વિરોધી અવયવો વડે એક સ્કૂલ અવયવી કેમ બની શકે ?
વળી આ સ્થૂલ અવયવી અવયવમાં સામન–સંપૂર્ણતાથી રહે છે કે એક દેશથી (અંશથી) રહે છે ? પ્રથમ પક્ષ સ્વીકારવાથી તે બીજા બધા અવયે નિરર્થક બની જશે. અર્થાત. અનેક અવયવ-આધારરૂપ પક્ષ પાતાલમાં ગરક થઇ જશે, અથવા તે દરેક અવયવમાં અવયવી રહે છે એમ કહેવાથી અવયની બહુલતા પ્રમાણે અવયવીની પણ બહુલતા માનવારૂપ પ્રસંગ પ્રાપ્ત થશે. જે એક દેશથી અવયવી અવયવમાં રહે છે એમ કહેશે, તો પણ તમારું કાર્ય સરે તેમ નથી, કેમકે તેમ કરવાથી અવયવીને નિરંશ માનવારૂપ પક્ષ તમારે છોડી દેવું પડશે. વળી જે એ પક્ષને છેડી દઈને તેને સાંશ માનવા તૈયાર થશે, તે પણ કંઈ તમારે પત્તો ખાય તેમ નથી. કારણ કે આ અંશને અવયવીથી ભિન્ન માને છે કે અભિન્ન તે કહે છે ભિન્ન છે, એમ કહેશે તે પૂર્વોક્ત પ્રમાણે દેશથી કે સમસ્તપણે એમ પ્રશ્ન ઊઠતાં, અનવસ્થારૂપ દેષ લાગુ પડશે અને જે અભિન્ન માનશે, તે અંશ જેવી કેઈ ચીજ રહેશે નહિ. આ પ્રમાણે વિચારતાં અર્થ સદરૂપ તેમજ અસરૂપ એમ ઉભયરૂપ છે એ પક્ષ નિર્બદ્ધ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org