Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05 Author(s): Jayantvijay Publisher: Vijaydharmsuri Jain Granthamala UjjainPage 12
________________ અંજલિ આ પુસ્તકની ઉપફઘાત લખવાની આવી પડેલી ફરજ પહેલાં એ અમર વિભૂતિને હું ભારે હૈયે અંજલિ આપું. પૂજ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીયંતવિજયજી મહારાજશ્રીએ આ શિલાલેખે લેતાં અને તે ગામોનું વર્ણન લખતાં કેવી જહેમત ઉઠાવી છે, એ તો તેના અભ્યાસીઓ જ સમજી શકે. મારા નિકટના પરિચયથી મારે કહેવું રહ્યું કે, આ ખાતર તેમણે તેમના સુગ્ય શિષ્ય શ્રીવિશાલવિજયજી જોડે લાંબા અને અગવડભર્યા પ્રવાસે ખેડ્યા હતા. સાધુજીવનની મર્યાદામાં રહીને તેમણે બીજી સગવડોની ખેવના કરી નહોતી અને પિતાના એકમાત્ર સંશોધનના રસ–પ્રવાહમાં તણાઈને ટાણે-કટાણે કાચું–કેરું, લૂખું–સૂકું, મળ્યું ન મળ્યું ભેજન લઈને તેમણે શરીરની પણ દરકાર રાખી નહોતી. દરકાર હતી માત્ર ચારિત્ર્યના એ શુભ્રવણું આત્મા ઉપર જરા સરખોયે મેલો છાંટે ઊડવા ન પામે તેની. પાણીમાંના પંકજ જેવી તેમની નિલેપ સ્થિતિ હતી. આ શિલાલેખેને ઉકેલતાં તેમણે એક આંખ તે ખાઈ હતી અને બીજી ઝાંખી બની હતી. છેવટ સુધી એવી આંખ અને હાથ અલ્યા ત્યાં સુધી તેમણે કામ કર્યું જ રાખ્યું અને તે પણ સામાન્ય જ્ઞાન પામેલાથી છેક વિદ્વાન સુધી તે વંચાય એ દષ્ટિએ. એ ઉપરથી તેમને એક મોટા વિદ્વાન કેઈ કહે કે ન કહે, પણ તેમની પાસે જે જ્ઞાન હતું તે નક્કર હતું–કઈ વાતે સંદિગ્ધ નહિ–એમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 446