Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
વ્યવસ્થિત સ્થાપનાને કાળ નક્કી કરી શકાય નહિ.. - આ ચૈત્યવાસીઓને હરિભદ્રસૂરિએ પ્રબળપણે વિરોધ કર્યો હતો. “સંબધપ્રકરણ” નામના તેમના ગ્રંથમાં ચૈત્યવાસીઓની સ્થિતિ સંબંધે તેમણે ઉગ્રપણે લખ્યું છે જે સૂચવે છે કે તે સમયે ચૈત્યવાસીઓ ખૂબ પ્રબળ હતા.
ઈતિહાસનું અનુસંધાન જેનોએ મૂર્તિ કે મંદિર સ્થાપત્યમાં ક્યારથી પગરણ માંડ એને નિશ્ચિત સમય જાણુ શકય નથી. પરંતુ ખારવેલના શિલાલેખથી જણાય છે કે, તેણે મગધ જીતી લીધું ત્યારે તે “કલિંગ જિનમૂર્તિ” પાછી લઈ આવ્યો. એટલે નંદિવર્ધને કલિંગને જીત્યું ત્યારે જે મૂર્તિ ત્યાંથી લઈ ગયો હતો તે પાછી મેળવી. આ હકીકત ઈ. સ. પૂર્વે પાંચમી શતાબ્દિમાં જેને મૂર્તિઓના અસ્તિત્વનું અકાટય પ્રમાણ આપે છે. એટલું જ નહિ જેનધર્મ અને નંદવંશ, જેનધર્મની પ્રાચીનતા અને જેમાં મૂર્તિપૂજા ઉપર પ્રકાશ પાડે છે. તે પછી મથુરાના ઈસ્વીસનની શરૂઆતના શિલાલેખે તે જેન વેતબર સંપ્રદાય અને મૂર્તિપૂજા વગેરે ઉપરનાં મહત્વનાં પ્રમાણે રજૂ કરે છે પરંતુ તે પછીથી લઈને ઠેઠ દશમી શતાબ્દિ સુધીમાં મદિ
ના કે બીજા શિલાલેખે બહુ જ ઓછા મળી આવે છે. તેનું કારણ શું હશે એ જૈન ઈતિહાસ માટે એક કેયડે જ છે. અહીં આપણે એ સંબધે જ કંઈક વિચાર કરીએ.
“બૃહકલ્પસૂત્ર” માંથી ચાર પ્રકારના ચાનું વર્ણન મળી આવે છે. સાધર્મિકત્ય, મંગળચૈત્ય, શાશ્વતત્ય અને ભક્તિચૈત્ય પ્રસ્તુત મંદિર ભક્તિચૈત્યને જ પ્રકાર હતો. ભક્તિ
१. साहम्मियाण अट्ठा, चउविहे लिगिओ जह कुडंबी ।
मंगल-सासय-भत्तीइ जं कथं तित्थआदेसो ॥ १७७५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org