Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૧૭
(સં. ૧પ૦૭) ના છે. આ જીર્ણોદ્ધાર ઉપર્યુક્ત સંવત કરતાં બસચાર કે તેથી વધુ વર્ષો પહેલાં આ મંદિર બંધાયાં હતાં એની સૂચના કરે છે.
ચૈત્યવાસીઓનું સૂચન કરતા લેખે સં. ૭૪૪ ના એક લેખને બાદ કરતાં વિક્રમની અગિયારમી શતાબ્દિથી લઈ વીસમી શતાબ્દિ સુધીના લેખે આમાં સંગ્રહાયેલા છે. મથુરાના લેખે પછી ગુપ્તકાળના જુજ લેખે સિવાય ભારતના જાહેજલાલીવાળા એ મધ્યયુગમાં જેમની સ્થિતિના પુરાવાઓ મળતા નથી; એનું મૂળ કારણ ચિત્યવાસીઓના અધિકાર અને બીજાં આનુષંગિક ફેરફારોને આભારી છે, જે આગળ જણાવીશ. આથી એ ચૈત્યવાસી પરંપરાનું સૂચન જે લેખમાંથી મળે છે, તે પ્રથમ જોઈ લઈએ. લેખાંક: ૧૧૩–સં ૧૪૪૬માં શ્રીહેમતિલકસૂરિએ પૂર્વે ગુરુના શ્રેય
અર્થે રંગમંડપ કરાવ્યો. લેખક: ૧૧૬–આમાં સંવત આપો નથી. તિલકસૂરિના પુણ્યાર્થે
આદિનાથની દેવકુલિકા ભદ્રેશ્વરસૂરિએ કરાવી. લેખાંકઃ ૧૧૯, ૧૨૦–સં. ૧૪૧૧ માં છરા પલીય રામચંદ્રસૂરિએ
પિતાના કલ્યાણ માટે દેવકુલિકા કરાવી. લેખાંક: ૨૪૬ થી ૨૪૮–સં. ૧૫૨૧ માં પૂર્ણિમાપક્ષના કાછોલી
વાલમચ્છીય વિજયપ્રભસૂરિએ ગુણસાગરસૂરિના પુણ્યાર્થે
દેવકુલિકા કરાવી. લેખકઃ ૨૪૯–આમાં સંવત ઘસાઈ ગયો છે. પૂર્ણિમા પક્ષના
૧ ઉદયગિરિ (ઓરિસા) ની ગુફાને ગુપ્ત સંવત્ ૧૦૬, મથુરામાંના સં. ૧૧૩, ૧૩૫, કહીમ (જિલ્લા-ગેરખપુર) માંના ગુપ્ત સં. ૧૪૬ અને પહાડપુર (ઉત્તર બંગાળ) માં ને ગુપ્ત સં. ૧૫૯ ના જૈન મંદિરના શિલાલેખે મળી આવે છે. આ શિલાલેખો-કૌગ્નિ ઈનસ્ક્રીપ્શન ઈંડિકરમુ” અને “એપ્રીગ્રાફિકા ઇંડિકા” ના વેલ્યુમમાં પ્રગટ થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org