Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
છે અને મંદિરના ભાગો જેવા કે, દેવકુલિકા, સ્તંભ, મંડપ અને શિખર વગેરે કરાવ્યાના પણ છે, તેમાં કેટલાક લેખે સમગ્ર મંદિર બંધાવ્યાના અને કેટલાક મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાના છે, જે ઉલેખ્ય છે, (૧) લેખાંક ૧૬૭ માં–સં. ૧૪૪૩ માં અમદાવાદનિવાસી શ્રેણી
રતનાએ રાવલામાં મંદિર બંધાવ્યું. (૨) લેખાંકઃ ૨૫૦ માં– સં. ૧૬૩૪માં સંધવી મહાજલ વગેરે
શ્રીસંઘે મળીને સિરોહીમાં ચતુર્મુખપ્રાસાદ બંધાવ્યો. (૩) લેખાંક ૨૬૮ માં નોંધ છે કે, બાલદામાં શ્રેષ્ઠી બંભદેવે કરા
વેલા મંદિરને સં. ૧૪૮૫ માં વાચનાચાર્ય ગુણભદ્ર જીર્ણો
દ્ધાર કરાવ્યો. (૪) લેખાંક ૨૭૮ માંસ. ૧૪૭૫ માં ડીંડિલા ગામના રહેવાસી
પિરવા પાલ્લાએ વીરવાડામાં આદિનાથનું મંદિર બંધાવ્યું. (૫) લેખાંક: ૨૮૧ માં– વીરપલ્લી (વીરવાડા)ના રહેવાસી શાહ
સહદેવે મંદિર બંધાવેલું, તેમાંના મૂળનાયકની પ્રતિષ્ઠા કટરાના
મંદિરમાં સં. ૧૨૦૮ માં કરી ? (૬) લેખાંકઃ ૩૦૬ માં– શ્રેઢી પૂજાએ સં. ૧૪૮૯ માં ઉંદિરામાં
પ્રાસાદ બંધાવ્યો. લેખકઃ ૬૨૧ માં– સં. ૧૦૯૧ માં શ્રેષ્ઠી વામને કાસિંદ્રામાં એક મંદિર બંધાવ્યું.
આ સિવાય જીર્ણોદ્ધાર કરાવનારાના લેખ– લેખાંકઃ ૧૭૭ (સં. ૧૮૫૧), લેખાંક: ૨૬૮ (સં. ૧૪૮૫), લેખાંક: ૨૮૭ (સં. ૧૪૧૦), લેખાંકઃ ૩૭૬ (સંવત ઘસાઈ ગયો છે), લેખાંકઃ ૪૪૬
૧. આ હકીકત સૂચવે છે કે, ડી ડિલા ગામમાં સં, ૧૨૦૮ પહેલાં બે ચાર શતાબ્દિ પૂર્વે શ્રેષ્ઠી સહદેવે મંદિર બંધાવ્યું હતું, તે તૂટી ગયું હોય કે બીજા કોઈ કારણે તેમાંના મૂળનાયકની પ્રતિમા અહીં પધરાવવામાં આવી હોય.
(૭) લે ખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org