Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
વીસલદેવના રાજ્યમાં અને સારંગદેવના વિજયી રાજ્યમાં સં૧૩૪૫ ના વૈશાખ સુદિ ૮ ને શુક્રવારે દત્તાણી ગામનાં બે ખેતર ત્યાંના પરમાર દેવડા ઠાકર પ્રતાપશ્રી અને હેમદેવે (દત્તાણના મંદિર માટે) આપ્યાં અને રા. મહીપાલદેવના
પુત્ર સુહડસિંહે યાત્રા કરી ૪૦૦ દ્રમ્મ આપ્યા. (૫) “ અબુદાચલ ઉપર આવેલા શ્રી નેમિનાથ ભગવાનના લુણ
વસહી મંદિરના પૂજા આદિ ખરચ માટે ચંદ્રાવતીના રાજા સમદેવ અને તેના પાટવી કુંવર કાન્હડદેવે ડબાણી ગામ હમેશા માટે ભેટ કર્યું”—તેને ઉલ્લેખ આબુ ભાગ બીજાના સં. ૧૨૮૭ ના લેખાંક ૨૫૧ માં છે, તે જ હકીક્તની સ્પષ્ટ રજુઆત કરતે ડબાણીને સુરતી–સરઈને સં. ૧૨૯૬ શ્રાવણ સુદિ ૪ ને ગુરુવારને દાનપત્ર-લેખ લેખાંકઃ ૧૯૪ પર છે જે અત્યારે અજમેરના રાજપૂતાના મ્યુઝિયમમાં
મૂકેલે છે. (૬) લેખાંક ૩૦૪ પર સં. ૧૮૭૬ ના જેઠ સુદિ ૫ ને ગુરુવારે
સિરોહીના દરબાર શિવસિંહજીએ બ્રાહ્મણવાડાના મંદિરને અર્પણ
કરેલી જાગીર સંબંધી તામ્રપત્ર છે. (૭) લેખાંકઃ ૩૧૨ પર ઝાડોલીના સં. ૧૨૫૫ ના આસો સુદિ,
૭ ને બુધવારના શિલાલેખમાં ધારાવર્ષની પટરાણુ શૃંગાર દેવી, જે નાડેલના કેહણરાજની પુત્રી હતી, તે જ્યારે ઝાડલીના મદિરમાં વ્યવસ્થાપકોએ ભવ્ય ત્રિગડું બનાવ્યું. ત્યારે દર્શનાર્થે આવી અને તે સમયે એ મંદિરમાં પૂજા વગેરે ખરચ માટે નાગડ સચિવની સમક્ષ અને દાણિક તેમજ સૂત્ર
ધાર નીરની સાક્ષીમાં તેણે એક વાડી ભેટ કરી. (૮) લેખાંકઃ ૩૬૨ પરથી જણાય છે કે, રાજા અમરસિંહ મેહતા
નારાયણ નામના જૈન મંત્રીને નાણું ગામ ભેટ આપેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org