Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
જે કેટલાક ૮-૧૦ ગ્રંથ અત્યાર લગી પ્રગટ થયા છે તેમાં આ સંગ્રહ પણ કીમતી ઉમેરો કરે છે.
શોધખોળ એટલે ભૂતકાળને ઉલેચવો. આ કામ ધૂળધોયાના ધંધા જેવું ‘ડુંગર શોધીને ઉંદર કાઢવા જેટલી ધીરજનું ગણાય. કેટલીક વખત એવી મહેનત પણ માથે પડે, છતાં જે એકાદ રત્નકણિકા મળી આવે તો શેધકને આનંદ અવર્ણનીય બની રહે છે. આવી સામગ્રી અંધકાર યુગનાં જુદા જુદા થર ઉકેલતી તત્કાલીન રાજકીય, સામાજિક કે ધાર્મિક હકીકત; રાજાવલી, મંત્રીઓ અને ભૌગેલિક માહિતી વગેરે આપે છે, અને ભારતીય ઇતિહાસના સળંગ યુગની પરંપરામાં જ્યાં ગાબડાં પડ્યાં હોય ત્યાં પ્રકાશ પાથરે છે, એટલું જ નહિ પણ અર્ધપ્રગટ તિને સંકેરવામાં મદદ કરે છે, તેથી તે ઓછાં મૂલ્યાંકનવાળી ન જ ગણાય, આવી દસ્તાવેજી સામગ્રી જ ઈતિહાસ માટે કાચો માલ બની રહે છે.
- અવલોકન મહારાજશ્રીએ ગામવાર અને તેમાંય સંવતવાર લેખે આપેલા છે. અને તેને સ્થળનિર્દેશ તેની નીચે ટિપ્પણમાં જ આપે છે. વિ. સં. ૭૪૪ (લેખાંકઃ ૩૬૫)ના એક લેખને બાદ કરતાં વિ. સં. ૧૦૧૭ થી સં. ૧૯૭૭ સુધીના મૂતિઓ વગેરેના લેખેનો આમાં સમાવેશ થયો છે એટલે આ પ્રદેશમાં લગભગ ૯૬૦ વર્ષોમાં જેની સ્થિતિની સમુચ્ચયરૂપે સૂચનાત્મક માહિતી મળે છે. કેટકેટલાય જૈન મંત્રીઓ, ભાંડાગારિક, સાંધિવિગ્રહિ, દાણિક વગેરેએ પિતાના અધિકારપદેયી જૈન સમાજના વિકાસમાં કે અને કેટલો ફાળો આપે છે તેમજ જૈન શ્રેષ્ઠીઓને પણ પિતાના સાંસ્કારિક પ્રભાવથી કેટલાયે નરેશને જેને પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા ક્યાં છે એના પુરાવાઓ રજૂ કરે છે, અને કેટલીક નોંધપાત્ર નવીન હકીકત પણ સાંપડે છે; જે ભારતીય ઇતિહાસમાં ઉપયોગી નીવડે. આપણે આમાંથી કેટલુંક તારવેલું અવલોકન કરી લઈએ –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org