Book Title: Apramad Author(s): Nemchand Gala Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 5
________________ સાતમાં શ્લોકમાં શિષ્ય ભગવાનને પૂછે છે, હે ભગવાન મારે કેમ વર્તવું? શ્લોક છે :કહે ચરે કહં ચિકે? કયું આસે ? કહેસએ! કહં ભુજંતો, ભાસંતો પાવકમૅ ન બંધઈiા અર્થાત્ કેમ ચાલવું? કેમ ઊભા રહેવું? કેમ બેસવું? કેમ સૂવું? કેમ ખાવું? અને કેમ બોલવું? જેથી પાપકર્મ બંધાય નહિ. ભગવાન એનો જે જવાબ આપે છે, તે સૌએ હૈયામાં કોતરી રાખવા જેવો છે. ઘરમાં કૂલોને બદલે આ શ્લોકથી ઘરને સુશોભિત કરવા જેવું છે. કહે છે : જયં ચરે જયં ચિઠે, જય માસે જય સી. જય ભુંજતો, ભાસંતો, પાવકન્મ ન બંધઈટા . અર્થાત ઈર્ષા સમિતિપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, ઉપયોગપૂર્વક યત્નાપૂર્વક, જયણાપૂર્વક બેસવું, જાગૃતિપૂર્વક સૂવું, સંવિત્તિથી ભોજન કરવું અને સમજી વિચારી સંભાળપૂર્વક બોલવું. તેમ કરવાથી પાપ કર્મ બંધાય નહિં. ચિત્ત અને ચેતનાની સતત જાગૃતિપૂર્વક સાવધાનીને સાવચેતીપૂર્વક શુભ હેતુ અને ઉપયોગપૂર્વક, અપ્રમત્ત દશામાં, વિવેકપૂર્વક, અપ્રમાદપૂર્વક જયણાપૂર્વક, યત્નાપૂર્વક જે ચાલે છે, ઊભો રહે છે, બેસે છે, સૂએ છે, ભોજન કરે છે અને બોલે છે, તે પાપકર્મોથી બંધાતો નથી. માણસના બધાં કામ કુંટુંબીઓ, કર્મચારીઓ કે મશીનો કરતા હોય, તો માણસને જે નિરાંતફૂરસદ મળે છે, ત્યારે માણસ કઈ તરફ વળે છે? માણસ ફૂરસદનો સમય કેવી રીતે ગાળે છે, એ જ એનાં મનુષ્યત્વ - મનુષ્યપણાની કસોટી છે. માણસ નિરાંત અનુભવે છે, ત્યારે નિરાંતની પળોમાં પણ નિરાંતે વિચારી શકતો નથી. વિચારવા માગતો જ નથી કે નિરાંતના સમયનો સદુપયોગ કેમ કરવો. પ્રવૃત્તિહીન માનવી એકલો પડે છે. ત્યારે જરૂર વગર ખાય છે. માનવી પોતાની અપર્યાપ્તિ સામાન્યપણે ભોજનથી ભરતો હોય છે. પછી ઘેન ચડે છે. ઊંઘી જાય છે. ઊંધ્યા પછી પણ મોટો પ્રશ્નાર્થ ચિહન તો રાક્ષસની જેમ મોટું ફાડી ઊભો જ હોય છે. માણસ વિડિયો ટી.વી.પાનાં શોધે છે. કલબની યાત્રા કરે છે. મિત્રો શોધે છે. અને એ અભિયાનમાં એને એજ મિત્રો મળે છે, જે એના જેવાને જ શોધતા હોય છે. એવા મિત્રો જે પોતાની કોઈ જ જીવન સાર્થકતા માટે ઉપયોગી હોતા નથી. માત્ર સમય પસાર કરવાના, હણવાના એક સાધન તરીકે તમારો મિત્ર તમારા માટે હોય, તો એવા મિત્રો ને એવી મૈત્રીનો અર્થ શો ? શાસ્ત્રમાં કહ્યું છે એકલા બેસી રહેજો, પણ નકામા મિત્રોનો સંગ કરતા નહિ.પણ માણસને ૧૨ ૨ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23